________________
ની જવાળા શમી જાય તે પણ કદી સ્વેચ્છને એક ચાસપૂર જમીન , આપીશ નહિ.
૬૮. મહા બળવાનને ધૂળમાં રગદોળે તેવા કટ્ટા મલેકે, જે પ્રચંડ દ્ધાઓને પણ નાશી જવાની ફરજ પાડે તેવા છે, તે રણમલને જોતાંજ બેંય પર ગબડી પડે છે, ને દીનતાથી લાંબા થઈ હાથ જોડી દતે તરણાં લે છે.
૭૦ ઇડરને રાજા રણમલ્લ કહે કે સવાર થતાં પાટણ પાટનગર કરીને ધગડાઓને તગેડી કાઢ્યું અને આખો દેશ એકછત્ર નીચે લાવું.)
ભાલણ, નરસિંહ મહેતા, પદ્યનાભ, ભીમ એ વગેરે જૂની ગુજરાતીના કવિ છે. એમના કાળની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ; કારણ કે એ ભાષામાં હાલની ગુજરાતી ભાષાનાં જૂનાં-પૂર્વ રૂપ છે. સાક્ષરશ્રી કેશવલાલભાઈએ રણમલછંદ' ની પેઠે આ કાળનું કર્મણમંત્રી કૃત “સીતાહરણ” કાવ્ય મેળવ્યું છે. એને નમુને આ પ્રમાણે છે.
કર્મણમંત્રીકન સીતાહરણમાંથી જયે લંબોદર વિહર, પહિત્ તુહ્મચું નામ; સુર તેત્રીસઈ તુર્ભ તવઈ, કર્મણ કરઈ પ્રણામ. ૧
* આ કાવ્ય ૫૦૦ ટુંકનું છે. મૂળપ્રતિ સંવત ૧૬૦૫ના કાતિક વદિ ૫ મે “વે. વછા ” ના હાથની લખાયેલી છે.
* બાળબોઘ અક્ષરે જોઈને વાંચનાર એટલે ભાગ વાંચવાનું છોડી ન દે એટલા માટે આ અને આની પછીના બીજા ઉતારા ગુજરાતી ટાઇપમાં લીધા છે.