________________
ભેજરાજાને સમય જે સંવત ૧૦૭૮ પછીને નિર્ણિત થયો છે, તે કાળે અપભ્રંશ ભાષા ચાલતી હતી. આ સમયે તે ગુજરાતના ચૌલુક્ય મિહારાજા પહેલા ભીમદેવને સમય છેવિમલપ્રબંધના નાયક વિમ-. ળશાનો સમય તે પણ આ સમય. આ સમયે પણ ભરતખંડની સર્વ ભાષાઓ વચ્ચે ઘણું સામ્ય હતું. પ્રાન્તિકે ઉચ્ચારભેદે પ્રત્યય હેરફેર હોવા છતાં શબ્દનાં મૂળરૂપ સર્વત્ર મળતાં આવતાં હેવાથી વ્યા--- પારીઓ વગર અડચણે એક બીજા પ્રાન્ત સાથે વ્યવહાર ચલાવી શક્તા. અને મુસાફરો વગર સંકોચે એક બીજા પ્રાન્તમાં મુસાફરી કરી શકતા. જૈન સાધુઓ જેઓ હંમેશાં દેશભાષામાં ઉપદેશ આપતા હતા, તેમને એકથી બીજા પ્રાન્તમાં જઈ ઉપદેશ કરવાને ભાષાની અડચણ નડતી નહોતી. મુસલમાની રાજ્યકાળ શરૂ થયા પછી બીજા. પ્રજાકીય સંબંધોની પેઠે દેશને ભાષાસંબંધ પણ વધારે વધારે તૂટતે . રાજકીય અવ્યવસ્થાને લીધે જે તે પ્રાન્તને વ્યવહાર , જે તે પ્રાન્તમાં સંકોચા, (તેમ) ભાષામાં દિન પ્રતિદિન પ્રાન્તિક વિકાર વધતા ચાલ્યા અને દરેક પ્રાન્તભાષા જુદી ભાષા તરીકે વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ. સદ્દગત સાક્ષર શ્રી નવલરામભાઈ એ કાળની ભાષા. સ્થિતિ માટે આ પ્રમાણે કહે છે –
, “આશરે સાતમેં આઠસે વર્ષ ઉપર જોઈશું તે માલમ પડશે કે આપણું ભાષાઐકય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શેકેના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિ પણ પંજાબ, સિંધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉડિયા, અને ઠેઠ બંગાળા સુધી લગભગ એક સરખીજ ભાષા બેલાતી હતી.