________________
પ્રાનિક પ્રજાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી પ્રજા છે, તેમ જુદી જુદી પ્રાન્તિક ભાષાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી ભાષા છે. જે જે પ્રાન્તની પ્રજાએ ગુજરાતમાં વાસ કર્યો તે તે પ્રાન્તની પ્રાકૃત ભાવિભાષાની કારણભુત થઈ.
જે ભાષા વ્યાકરણ અને કોશથી નિયમિત થઈ હય, જે ભા.. ષાનું સાહિત્ય બહેળું વિસ્તાર પામેલું અને કપ્રિય હોય, જે ભાષા કેળવણુ પામેલા જનસમૂહની લોકભાષા હોય અને જે ભાષાને પરભાષા બેલનારી પ્રજાને સંપર્ક બહુ ઓછો હોય, તે ભાષા ઘણું લાંબા કાળ સુધી જીવતી રહી શકે એથી ઉલટું જે ભાષાને એ સાધન પ્રતિકૂળ હેય તે ભાષા બહુ જલદી રૂપાંતર પામી જાય. પ્રાકૃતભાષાને બંધારણવાળી સંસ્કૃત ભાષાને બહુ સારે સહાયો હતો અને તે બેલના લેક્સમૂહ કેળવાયેલો હતો, પણ તેનું સાહિત્ય બહુ અ૮૫ હતું, તેમ પરદેશી પ્રજાઓને સંપર્ક તેને અહનિશ દૂષિત કર્યા કરતો હતો; આ પ્રતિકૂળ સંજોગેને લીધે વૃદ્ધાવસ્થા પામેલા માણસની પેઠે ક્ષીણ થતાં થતાં તે રૂપાંતર પામી ગઈ પ્રાકૃતભાષા જ્યારે રૂપતર પામી તે નક્કી કરવા જેવું ખાત્રી ભર્યું સાહિત્ય વિદ્યમાન નથી, અનુમાનથી એમ કહી શકાય કે વિક્રમ સંવતનું સાતમું આઠમું શતક તે પ્રાંતભાષાને અંતકાળ અને અપભ્રંશભાષાનો આરંભકાળ. પ્રાકૃતનું રૂપાંતર થઈને જે ભાષા ચાલતી થઈ તેનું નામ અપભ્રંશ ભાષા. જો કે અપભ્રંશ ભાષા એ શબ્દ પ્રાકૃત ભાષાની પેઠે વિશાળ અર્થમાં પણ વપરાતે હતો અને આભારી (આહીર) વગેરે ખાસ ભાષાઓને પણ તે લગાડવામાં આવતા હતા, છતાં વિશેષ કરીને ગુજરાતી અને માળવામાં ચાલતી આઠમા શતક પછીની ભાષાને અપભ્રંશભાષા એ નામ આપવામાં આવ્યું છે. માળવાના