________________
જુદી પડતી હોવા છતાં ભાષા તરીકે એક ભાષા હતી ને બધી ભાષાઓ પ્રાકૃતભાષા એ એકજ ભાષાના નામે ઓળખાતી હતી. જૂનામાં જૂનું અને પ્રતિષ્ઠા પામેલું મગધના પંડિત વરરૂચિકૃત “HTERકરા' નામનું પ્રાકૃતભાષાનું વ્યાકરણ છે, એ વ્યાકરણ વડે જેમ જૈન રસૂત્રો સમજી શકાય છે, તેમ પૈઠણના રાજા શાતવાહને રચેલું જાયા સપ્તરિત’ મહારાષ્ટ્રીપ્રાકૃતમાં છે, તે પણ સમજી શકાય છે. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાનું વ્યાકરણ રચ્યું છે, તેમાં પ્રાકૃત ભાષાના નિયમ સમજાવવા ૯૨૯ સૂત્ર આપ્યાં છે. સર્વ પ્રાકૃતભાષાને લાગુ પડતાં એ સૂત્રો પછી શુરશની ભાષા માટે ર૭ સૂત્રો, માગધી ભાષા માટે ૧૬ સૂત્રો, પૈશાચિકભાષા માટે ૨૨ સૂત્રો, ચૂલિકાપશાચી માટે ૫ સૂત્રો અને અપભ્રંશ ભાષા માટે ૧૨૧ સૂત્રો આપીને એટલા અંશમાં એ ભાષાઓ એક બીજાથી જુદી પડતી છે, એમ બતાવ્યું છે, આ સૂત્ર સંખ્યા ઉપરથી જોઈ શકાય કે પ્રાકૃત નામે ઓળખાતી ભાષા કેટલી વ્યાપક હતી અને પ્રાન્તિક ભાષાભેદ કેટલે નજીવો હતો.
પ્રસિદ્ધયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે જૈનસૂત્રે અર્ધમાગધીમાં છે. આપણે અનુમાન કરી શકીએ કે અર્ધમાગધી તે બીજી કોઈ નહિ પણ ગુજરાતની તે કાળની લેકભાષા હેવી જોઈએ. અર્ધમાગધી શબ્દો ભાવાર્થ એટલે જ હઈ શકે કે કંઈક શબ્દો માગધી છે અને કંઈક બીજા પ્રકારના છે, અથવા એમ પણ હોઈ શકે કે તે માગધી ભાષા સાથે મળતી છે પણ માગધી ભાષા નથી. પાછળ કહેવામાં આવ્યું તેમ એ કાળની સર્વ ભાષાઓ એક ભાષા જેવી હતી, સર્વ સગી બહેન હતી અને સર્વને સંસ્કૃત સાથે સીધો સંબંધ હતા, એટલે માગધી સાથે જેમ ગુજરાતી પ્રાકૃત મળતી છે તેમ મહારાષ્ટ્ર પ્રાકૃત પણ