________________
૧૫
દરાના દક્ષિણુભાગને લાટ નામ આપવામાં આવ્યુ છે. શાકે ૧૩૦૬ સંવત્ ૧૪૪૦માં નંદદ્રપુર ( નાંદોદ )ના દુર્ગાસિંહનૃપના રાજ્યમાં રચાયેલા “ કવિપાક સારસંગ્રહુ ' ગ્રંથમાં નંદપદ્રપુરને ગુજરાતમાં ગણ્યું છે. તે પહેલાંના કા ગ્રંથમાં વડોદરાના દક્ષિણ પ્રદેશને ગુજરાતનું નામ આપેલું મારા જોવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે કે મુસલમાની રાજ્યકાળના વખતથી ગુજરાત એ એક પ્રાન્તનું નામ લાટ વગેરે ખીજા પ્રાન્તાને પણ લગાડવામાં આવ્યું, તે ગુજરાત શબ્દ હાલના જેવા વિશાળ અર્થમાં વપરાતો થયા. મુસલમાન રાજકર્તાઓના અમલ પહેલવહેલા ‘ગુજરાત’ નામે ઓળખાતા પ્રદેશ ઉપર સ્થપાયા હતા અને ગુજરાતમાંજ એમનું પાટનગર હતું, એથી દિલ્લીના મુસલમાને આ તરફના બધા પ્રદેશને ગુજરાતના નામે આળખતા હતા. પાટણની ગાદી અમદાવાદમાં આવી અને મુસલમાની અમલ દક્ષિણુ તરફ આગળ વધતા ગયા, પણ દિલ્લીમાં તે ગુજરાતના સુલતાન, ગુજરાતનો મુલક અને ગુજરાતના લોક એ શબ્દોજ ચાલતા રહેલા હેાવા જોઇએ. વિસ્તૃત અર્થાંમાં વપરાતા ગુજરાત શબ્દ દિલ્લીના દરબારમાંથી અમદાવાદના દરબારમાં આવે, તે ત્યાંથી વ્યવહારમાં ભળી રૂઢ થઈ જાય એ અશકય નથી. તિહાસમાં આવા ફેરફાર થતાજ રહે છે. ‘કાડિયાવાડ +’અને ‘હિંદુસ્તાન ’.એ નામેા પણ એ રીતેજ ચાલતાં થયાં છે.
ત્યારે એ ગુજરાતી ભાષાની શરૂઆત કયારથી ગણવી, એ પ્રશ્નના જવાબ એજ હોઇ શકે કે જ્યારથી “ગુજરાત” પ્રાંન્તનું નામ મટીને દેશનું નામ થયું ત્યારથી ગુજરાતી ભાષા પ્રાન્તિકભાષા મટીને દેશ્યભાષા થઇ.
+ આપણે આખા દ્વીપકલ્પને ‘કાઠિયાવાડ' એ નામે એળખીએ છીએ, પણ ખરૂ શ્વેતાં ‘ કાડિયાવાડ’એ કાડીલેાકથી વસેલા દ્વીપકલ્પના એક ભાગનું નામ છે. દ્વીપકલ્પના રહેવાસીએ તે હજી પણ એ એક ભા
: