________________
સંગ્રહાયેલા બુદ્ધ ધર્મના ગ્રંથ એ જોતાં પ્રાકૃતભાષાને ઇતિહાસ ૨૫૦થ્થી ૩૦૦૦ વર્ષ જેટલે સંબો થાય છે.
અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા વધારે બગડતી અટકાવવા પાણિનિ મુનિએ નિયમબદ્ધ કરી સુધારી, તે સંસ્કાર પામેલી-સંસ્કૃત ભાષા કહેવાઈ. આ ભાષા પંડિતની અને પુસ્તકોની ભાષા થઈ. લેકભાષા તરીકે તે અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા ચાલતી હતી તેજ બેલી ચાલતી રહી. વખત જતે ગયો તેમ તેમ પ્રાન્તની સ્થિતિરીતિની ભિન્નતાને લીધે જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તે તે પ્રાન્ત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ.
સંસ્કૃતભાષા પુસ્તકોની ભાષા થઈ રહી તે કાળ અને હાલની ગુજરાતી ભાષા લેકભાષા તરીકે ચાલતી થઈ એ કાળ વચ્ચે લગભગ અઢી હજાર વર્ષ જેટલું અંતર મૂકવું પડે. આ અઢી હજાર વર્ષ જેટલા લાંબા કાળની ભાષાના ઈતિહાસથી આપણે અજાણ્યા રહીએ, તે તે અજ્ઞાન જેવું તેવું ગણાય નહિ. આપણી . હાલની સ્થિતિને અને હાલની આપણી ભાવનાઓને લાંબો ઈતિહાસ
એ કાળની ભાષામાં સમાયેલું છે. મોટાં મોટાં રાજકીય પરિવર્તને, મેટાં મોટાં સામાજીક પરિવર્તન અને મેટાં મોટાં ધાર્મિક પરિવતને એ કાળમાં થયાં છે. આપણા પૂર્વજોની પ્રાચીન રીતભાતે, વિચાર, મતે અને અનુભવોની છાપ એ ભાષાના શબ્દો પર છપાઈ રહી છે. જો કે એ કાળે ગ્રંથ રચના સંસ્કૃતમાં થતી હતી, તે પણ પ્રાકૃતભાષા કંઈ છેક સાહિત્ય વગરની નહતી. પ્રાકૃત બેલનારા આપણા પૂર્વજોમાં જ્ઞાન અને અનુભવની ઉર્મિઓ ઉભરાઈ ન હોય કે ઝીલાઈ ન હોઈ એ બનવાજોગ જ નથી. ચંડનું “પ્રાકૃતલક્ષણ