________________
૩૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-~-~~
~
~~
-
~~-~
-~-~~-~
પાણી ભરે અને બહાર ઠાલવે તેવી દશા ભેગવશે, ટીકાકાર વિશેષ કહે છે–પ્ર-શા કારણથી આવું થશે? ઉસાધુ નિમિત્તેજ બનેલા આહાર વિગેરે ભેગવવા તથા સાધુ માટેજ બનાવવાને ઉપદેશ આપી હિંસા કરાવી આહાર વિગેરે લેવાથી કુપ્રાવોચનિકે સિદ્ધિ સ્થાનમાં લેકારો નહિ જાય તેમ કેવળજ્ઞાન વિના જગતના સર્વે પદાર્થોને યથાસ્વરૂપે જાણશે નહિ, આથી એમ સૂચવ્યું કે દેષિત આહાર ખાનારને જ્ઞાનનો અતિશય (મુખ્ય લાભ) નહિ થાય, તેમ આઠ પ્રકારના કર્મ બંધનથી મુકાશે નહિ, આથી એ સૂચવ્યું કે અહિંસાને જેઓ પ્રધાન ન માને તેમને આ હિંસા સિદ્ધિ અને કેવલ જ્ઞાનમાં વિશ્વ રૂપ થશે, તથા પરિનિર્વતિ સંપૂર્ણ નિર્વાણ સચિત્ આનંદ પ્રાપ્ત નહિ કરે, આથી સૂચવ્યું કે અહિંસા વિના સાચું સુખ નહિ મળે, તેમ શરીર તથા મનનાં દુઃખેથી સર્વથા મુક્ત નહિ થાય, આથી સૂચવ્યું કે તેમને અપાય અપગમ અતિશય નહિ થાય, આ દષ્ટાંતથી તેલ કરવું ઉપમાન (વિચાર) કરવું કે જેમ સાવદ્યા અનુષ્ઠાન કરનારા અન્યધમીઓ જેમ સાવદ્યભાષી થવાથી મોક્ષમાં નહિ જાય તેમ જૈન સાધુઓ પણ જેઓ સાધુઓ, માટેજ રંધાવેલું ખાનારા છે તે મેક્ષમાં નહિ જાય, હવે તેનું પ્રમાણ ઘટાવે છે, પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે–પ્રત્યક્ષ દેખાય છે કે હિંસા કરનારે ચૌર વિગેરે રાજ્યના કે લેકના બંધનથી મુકાતું નથી (કેદમાં પડે છે) એજ