________________
જુદો છપાવ્યો છે, એને પ્રથમ છપાયે ઘણું વર્ષ થયાં છે, તેમ હાલ વ્યાસ પોતે સ્વર્ગવાસી છે, છતાં મારે તેમની સાથે દશેક વર્ષ ઉપર સુરત હરિપુરામાં મિલાપ થયે, તેમની વિદ્વતા તથા સતત્વ પ્રયાસ છતાં દ્રવ્યની સ્થિતિ સામાન્યજ હતી, એટલે દુઃખી સ્થિતિ હેવાથી કેટલાએ સાધન તેમને ન હોવા છતાં આટલું બધું સાધન એકત્ર કરી તેમણે ઉદ્દઘાત લખેલ હોવાથી તેઓશ્રી જ્ઞાનાત્મા તરીકે ચિરકાળ જીવતાજ છે, મરવું તે સૌને છેજપણ પરમાર્થ કરીને જે મરવું તે તે હમેશને માટે જીવવા જેવું જ છે. સૂયગડાંગ સૂવ બીજા સ્કંધનું પુંડરીક અધ્યયન
આ ઉપદ્યાત સાથે સૂયગડાંગસૂત્ર બીજા સ્કંધના પ્રથમ પુંડરીક નામના અધ્યયનની છ ફર્મા જોડયા છે, કે તેથી જૈન સુત્રોની રચના કેવી છે તે સમજાય તથા તેમાં સંસ્કૃત ટીકાના આધારે ગુજરાતી : ભાષાંતર હોવાથી સામાન્ય ભણેલ પણ તેનો વિષય સમજી શકશે, વળી સૂત્ર રચના વખતે કયા ક્યા મતે હતા તેમનું કહેવું શું હતું તે પણ હાલના કાળ સાથે સરખાવવું બહુ અનુકુળ થઈ પડશે. વળી તે ઉપરાંત જુના ગુજરાતી ભાષામાં જેને તરફથી ક્યા કયા ગ્રંથો છપાયા છે તેની પણ વિગત આપવાથી અભ્યાસીઓને જોઈએ તેવું સાધન મળશે, આ સૂયગડાંગ સૂત્ર થોડા વખતમાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બહાર પડી જશે.
જૈન સાહિત્ય પ્રદર્શન અમદાવાદ ૧૯૮૦ પછી સાત વર્ષ ૧૯૮૭ના મહા સુદમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શન ભરાયું, તે વખતે તેના કાર્યવાહકોએ ઘણું ખર્ચે પ્રતે એકઠી કરી હજારો માણસ જેન અજૈનને તે જૈન સાહિત્યના