________________
૨૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
લેવું, પ્રથમ કારણ અને પછી કાર્ય છે, પ્રથમ કારણ તે બીજામાં કાર્ય કારણ રૂપે થાય છે, જેમકે કે અન્ય દર્શની આ ભણેલા શ્રાવકને પૂછે કે ન પૂછે, તે પણ તે કહે કે આ જૈન ધર્મને મિક્ષને વિષય બરોબર કાર્ય સાધક છે, બાકી બધું અકાર્ય સાધક છે, યુક્તિ પૂર્વક પ્રથમ સમજે અને બીજાને સમજાવે તેથી તેમનું મન ધર્મથી ઉત્સાહવાળું છે. અને સાધુને તથા શ્રાવકનો ધર્મ સમજતા તથા પાળવા શ્રાવકની અગીઆર પ્રતિમાને પિતે પાળતા અને આઠમ ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પિષધ ઉપવાસ વિગેરે કરીને પારણામાં સાધુએને નિર્દોષ આહાર આપે છે, અને છેવટના વખતે સંથારામાં સાધુ ભાવને ધરીને અન્નપાણી ત્યાગ કરીને આયુ પુરૂ થતાં દેવતા થાય છે. ત્યાંથી ચવીને સારા કુળમાં મનુષ્ય જન્મ પામીને તે ભવથી માંડીને સાત કે આઠ ભવે મોક્ષમાં જાય છે, માટે આ કલ્યાણનું સુખનું કારણ છે માટે આર્ય (શ્રેષ્ઠ) સ્થાન છે, આ મિશ્ર સ્થાને કહ્યું
अविरइं पडुच्च बाले आहिज्जइ, विरइं पडुच्च पंडिए आहिजइ, विरयाविरइं पडुच्च बालपंडिए आहिज्जइ,तत्थणं जासा सव्वतों अविरई एसठाणे आरंभटाणे अणारिए