________________
અઢારમું શ્રી ફિયાસ્થાન અધ્યયન.
[૨૯૭
innnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
લઈને આ અન્વયવાળા (મુખ્ય પદાર્થ) ને સત્યપણે માનીને તેઓએ નિત્ય પક્ષને સ્વીકાર કર્યો (જેમ ગીતામાં આત્માને નિત્ય માન્ય છે) અને બૌધ લોકેએ ક્ષણ ક્ષણમાં ભેદ થતે દેખીને બધા પદાર્થોમાં કમે કમે રૂપાંતર થતું દેખીને પ્રથમ કરતાં બીજા ક્ષણમાં કંઈ પણ ફેરફાર થાય છે જ, એમ માનીને અનિત્યપક્ષ મા. તથા નિયાયિક વૈશેષિકોએ આકાશ પરમાણુ આત્મા વિગેરેને એકાંતથી નિત્ય માન્યાં, તથા કાર્ય દ્રવ્ય (નવાં બનેલાં) ઘડે વસ્ત્ર વિગેરે અનિત્ય માન્યાં આ પ્રમાણે બીજા મીમાંસક તાપસ વિગેરે સમજી લેવા, (બધાને સમાવેશ નિત્ય અનિત્યમાં થઈ જાય છે)
હવે તેઓનું શીલ વ્રત વિગેરે દરેક અનુભવ સિદ્ધ જુદું દેખાય છે, તે પ્રમાણે દષ્ટિ દર્શન (મત) માં ભેદ છે, રૂચિ તથા અધ્યવસાય–અંત:કરણની પ્રવૃત્તિમાં પણ ભેદ છે, તેને સાર આ છે કે અહિંસા જે ધર્મનું મુખ્ય અંગ છે. તે અહિંસામાં અભિપ્રાયનાભેદને લીધે અવિકલપણે (એક સરખી રીતે માનતા નથી, તે સૂત્રકાર બતાવે છે, કે તે સર્વે વાદીએ પોતાને મત સ્થાપન કરવા કે રાજ્ય સભા વિગેરેમાં મંડળી મળીને બેઠા હોય ત્યાં શું કરવું તે કહે છે,
पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहु पडिपुन्नं अओमएणं संडासएणं गहाय