________________
1
1
*
*
*
* *
*
*
*
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. રહીને બીજા પાસે કરાવવા ઉપદેશ કરે છે, લાકડી વડે હણાવે, છરી વડે કાન વિગેરે છેદાવે, ભાલા કે શૂળ વડે ભેદાવે તથા જીનાં ચામડાં જીવતાં ઉતરાવે એથી તેમના હાથ લેહીથી ભરેલા હોય છે, સ્વભાવથી ચંડરૌદ્ર (ભયંકર) તથા સુદ્ર-તુચ્છ સ્વભાવના ક્ષુદ્ર (હલકાં) કૃત્ય કરાવનારા છે, તથા સાહસિક વિના વિચારે કામ કરનારા છે, ઉત્કંચન ઉર્ધ્વ કુંચન–તે શૂળીએ ચડાવવા જેવું તંત્ર રચે, વચન, ઠગાઈ, જેમ અક્ષય કુમારને પ્રદ્યોત રાજાની ગુણકાએ ઠગે, માયા ઠગવાની બુદ્ધિ પ્રાયે વાણીયા માત્રમાં હોય છે, નિકૃતિ તે બગલાની માફક ઉપરથી ભલાઈ બતાવી ભીતરથી ગળાં કાપે, (કુકડા વિગેરે બનાવી દંભથી પ્રધાન બનીને વાણી શ્રોત્રિયના આગળ સાધુ જે બનીને પિતાનું કામ કાઢી લે.) દેશ તથા ભાષા તથા વેષ બદલીને ઠગે તે ક્યૂટ છે, જેમ આસાડભૂતિ નટે જુદા જુદા વેષ પહેરીને આચાર્ય ઉપાધ્યાય સાધુ સમુદાય અને પિતાને માટે ચાર લાડુઆ એક ઘરથી ઠગીને લીધા, કૂડ-સીકો કે તેલ કે માપ વિગેરેને ઓછું વધતું કરીને બીજાને ઠગ, આ બધા ઉકંચન વિગેરે ઉપાયમાં તત્પર છે. અથવા કસ્તુરી વિગેરે મેંદી વસ્તુમાં તેના જેવી બનાવટી વસ્તુ મેળવવી તે સાતિ સંપ્રવેગ બહલા છે, અર્થાત સ્વાર્થ માટે હલકી વસ્તુને ઉત્તમ વસ્તમાં ભેગ કરે છે (જેમ હાલ દગો ચાલી રહ્યો છે) તેની ગાથા કહે છે.