________________
. ર૬૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. सीहो इव दुइरिसा मंदरो इव अप्पकंपा सागरो इव गंभीरा चंदो इव सोमलेसा सूरोइव दित्ततेया जच्च कंचणगं व जातरूवा वसुंधरा इव सव्वफासविसहा सुहुयहुयासणो विव तेंपसा जलंता ॥ - હવે બીજી રીતે સાધુના ગુણે બતાવે છે, કેટલાક ઉત્તમ સંઘયણવાળા સાધુઓ વૈર્ય અને બળ ધરાવનારા. હોય છે, તે ઈર્ષા સમિતિ ભાષા એષણા આદાન ભંડમતનિ કખેવા સમિતિ તથા ઉચ્ચાર પાસવણ વિગેરે પારિઠાવણીયા સમિતિ એવી પાંચે સમિતિ પાલનારા છે. મન, વચન, કાયા સમિતિવાળા છે, તે પ્રમાણે મન વચન અને કાયાથી ગુપ્ત છે, (પાપને આવવા દેતા નથી) ઈદ્રિયે ગુપ્ત (વશ) રાખે છે. બ્રહ્મચર્ય ગુપ્ત (સારી રીતે) રાખે છે, તે પ્રમાણે અકોલી, અમાની, અમાયી, અભી છે, શાંત, પ્રશાંત, ઉપશાંત તથા પરિનિવૃત્ત (દરેક પ્રકારે મેહથી મુક્ત) છે પાપાશ્રવ આવવા દેતા નથી, ગ્રંથ (દ્રવ્ય) રાખતા નથી શ્રોત (સંસાર કલેશ) ને છેદી નાખેલ છે, ઉપલેપ (મૂછ) કાઢી નાંખે છે, જેમ કાંસાના વાસણમાં પાણીને લેપ ન હોય તેમ પતે ગૃદ્ધિથી રહિત છે, શંખમાં