________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૮૩
~~-~
સૂત્ર પાઠે મળતા ન હોવાથી અમે એક સૂત્ર પાઠ લઈ ટીકા કરી છે તેમાં કોઈ જગ્યાએ સૂત્રોમાં ફેરફાર દેખાય તે વ્યાહ ન કરે પણ ઉચિત રીતે સાર ગ્રહણ કરવો). તેમ તે શ્રાવકે આશ્રવ સંવર વેદના નિર્જરા કિયા અધિકરણ તથા બંધ મોક્ષનું સ્વરૂપ પણ સમજેલા છે, તેથી સંસારી વિષય વાસનાથી કોઈ લલચાવે તે તેઓ મેરૂ પર્વત માફક નિશ્ચલ મહી અરિહંતના માર્ગમાં દઢ શ્રદ્ધાવાળા છે, આ વિષય સુખથી સમજાય માટે એક કથા કહે છે, રાજગૃહ નગરમાં એક બા વિદ્યામંત્ર ઔષધિથી કાર્ય સિદ્ધ કરનારો વસે છે તે વિદ્યા વિગેરેથી શહેરમાં ફરીને જે રૂપાળી સ્ત્રી હોય તેને અદ્ધર ઉડાવીને લઈ જાય છે, તેથી શહેરના લોકોએ રાજાને ફર્યાદ કરી કે શહેરમાંથી રોજ જે જુવાન રૂપાળી સ્ત્રીઓ હોય તે કઈ અદશ્ય રીતે ચારી જાય છે અને તેને ન ગમે તેજ સ્ત્રી શહેરમાં રહે છે. માટે કૃપા કરીને તે ચાર અને અમારી સ્ત્રીઓને પત્તો લગાડે, અને તેને બંદોબસ્ત કરે, રાજાએ તેમને દીલાસે આપીને કહ્યું કે તમે નિર્ભય રહે, હું તે પાપી તથા સ્ત્રીઓને પત્તો લગાડું છું, જે પાંચ છ દિવસમાં તપાસ કરતાં તે ચાર નહિ મળે તે હું પોતે તમારા દુ:ખની ખાતર જીવતાં અગ્નિમાં બળી મરીશ, આ પ્રમાણે રાજાની પ્રતિજ્ઞા સાંભળીને શહેરના લેકે રાજાને નમીને ઘેર ગયા, રાજાએ તેમના જવા પછી સર્વત્ર પોલીસ,