________________
૨૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
MMMMMMM ,
નાયકે ગોઠવ્યા, અને રાતના ગુપ્ત રીતે એકલે હાથમાં તલવાર રાખીને શોધવા નીકળે, પણ આ ચોરને કયાંય પત્તો ન લાગે, રાજાએ પાંચમે દિવસે રાતે હોંશીયારીથી શોધતાં ભેજન નાગરવેલનું પાન સુગંધી તથા માળાથી યુક્ત બને તે બા દેખાય, રાજાએ તેના પછવાડે જઈને નગરની બહાર ઉદ્યાનમાં ઝાડના થડના પિલાણમાં થઈને ગુફામાં પેઠેલા બાવાને મારી નાખે, અને જે સ્ત્રીઓ ગુફામાં પુરેલી હતી તે બધીને સૌ સૌની સેંપી દીધી, તેમાં એક જુવાન સ્ત્રીને તે બાવાએ દવાઓથી એવી પરવશ કરેલી કે તેને તેના પતિને પવા છતાં પણ તે સ્ત્રી ધણીને ચાહતી ન હતી તેના પતિએ જાણીતા માણસને તેને ઉપાય પૂછે, તેમણે કહ્યું કે તે બાવાનાં હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાઓ તે બાવા ઉપર પ્રેમ દૂર થશે, તેથી હાડકાંને ઘસીને તેને પાતાં બાવા ઉપરનો મોહ દૂર થયો, અને પતિમાં રક્ત થઈ, જેવી રીતે આ સ્ત્રી બાવાને ચાહતી અને તેમાંજ લીન થયેલી કે હાડકામાં પણ તેને પ્રેમ હતું, અને બાવા સિવાય બીજાને ન ચાહતી તેમ શ્રાવકજન ખુબ સારી રીતે તત્વ સમજીને જે જે ધર્મમાં દઢ થયેલ હોય તે સારી સમ્યકત્વની વાસનાને લીધે તે હેંગી મતમાં ફસે નહિ, વળી તે દઢ શ્રાવકોના ગુણે બતાવે છે, તેઓ દેથી ન ચળે તે દેવમાં સુર નાગ સુવર્ણ જક્ષ રાક્ષસ કિન્નર કિપુરૂષ ગરૂડ ગધર્વ મહેરગ