________________
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪થે.
~~
~~
~
ચંદ્રની ચાંદણીમાં ચંદ્રનું કલંક વિન્ન કરી શકતું નથી, તેમ ધર્મને ઘણે અંશ હોય તે અધર્મને થોડો અંશ અધમી બનાવી શકતું નથી, માટે તે ધમી પક્ષ છે તે કહે છે, આ જગતમાં પૂર્વ વિગેરે ચાર દિશામાં કેટલાક શુભ કમી મનુ હોય છે, તે આ પ્રમાણે થોડા પરિ. ગ્રહની જેમને ઈચ્છા છે, તેથી છેડો આરંભ તેમને હોય છે, વળી તેમની અંત:કરણની પ્રવૃત્તિ ધાર્મિક હોવાથી સુશીલ (સદાચારી) હોય છે, વળી સુવ્રત (સારાંવત) પાળીને તેમાં આનંદ માનનારા સાધુ (ઉત્તમ ગૃહસ્થો) હોય છે, એટલે મુનિવર જેવાં મહાવ્રત લેઈ ન શકવાથી સ્થૂળથી બનતા પ્રમાણમાં પાપથી મુક્ત હોય છે, અને જોઈએ તે પ્રમાણે જીવદયા ત્રસકાયની પાળે છે, અને સ્થાવર કાયની પણ જયણ રાખે છે તેને દુરૂપયેગ કરતા નથી, આ પ્રમાણે સત્ય બોલવું, ચેરી ન કરવી, પરસ્ત્રી ત્યાગવી, સ્વસ્ત્રીમાં પણ પર્વતથિએ સંતોષ અને પરિગ્રહ પણ પ્રમાણ સહિત રાખે છે, વળી કોઈને શંકા થાય છે. આ સામાન્ય રીતે હશે, પણ તેમ નહિ, પણ ધર્મમાં દ્રઢ ધર્મ માર્ગે ચાલનારા અને ધર્મને લક્ષમાં રાખે છે, તેજ પ્રમાણે લેભથી મહા પાપારંભ કરતાં નાકે જવાય તેવાં યંત્રપાલન નિલાંછન ખેતીવાડી વિગેરેથી પરપીડાના કૃત્યથી દૂર રહી ફક્ત લેવું વેચવું તેવા વેપારથી જીવન ગુજારે છે, તેને વિશેષ પ્રકારે બતાવે છે.