________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૬૭
જેમ મેલ ન રહે તેમ આ સાધુઓ કર્મ મેલ રહિત છે, જીવ જેમ કઈ જગ્યાએ રોકાયા વિના જાય છે, તેમ આ સાધુ મૂછ રાખ્યા વિના વિહાર કરે છે, જેમ આકાશ અદ્ધર છે તેમ પોતે કેઈનું આલંબન (આશરે) માગતા નથી, વાયુ જેમ બંધાતું નથી, તેમ આ સાધુઓ કયાંય મમત્વથી બંધાતા નથી. શરદ રૂતુ (આસો મહિના) માં જેમ પાણી નિર્મળ હોય તેમ આ સાધુઓનું હદય નિર્મળ છે, કમળનું પાંદડું જેમ લેપ રહિત છે, તેમ આ લેપ રહિત છે, કાચબા માફક ઇઢિયે ગુપ્ત રાખનારા છે, પક્ષી માફક પિટલું બાંધવાથી રહિત છે, ખડગી (ગુંડા) ના એક શીગડા માફક એક જ જાતે રહેનારા ભારંડ પક્ષી માફક અપ્રમાદી, હાથી માફક શૈડીર (બળવાળા) બળદ માફક બજે ખેંચનારા સિંહ માફક નહિ ડરનારા મેરૂ પર્વત માફક કંપે નહિ તેવા સાગર માફક ગંભીર ચંદ્ર માફક શાંત પ્રકાશ કરનારા સૂર્ય માફક તેજસ્વી ઉત્તમ સેના માફક દેદીપ્યમાન પૃથ્વી માફક સર્વ સ્પર્શ સહન કરનારા ઘી વિગેરે નાંખતાં જેમ અગ્નિનાં બળતાં તેજ નીકળે, તેમ આ સાધુઓ તપતેજથી તેજસ્વી છે, આ બધું વર્ણન ઉવવાઈ સૂત્ર જે આચારાંગનું ઉપાંગ છે તેમાં મહાવીર પ્રભુ વિગેરેનું જેવું વર્ણન કર્યું છે તેવું અહીં સાધુઓના ગુણ સંબંધી જ્યાં સુધી અગ્નિમાં ઘી નાંખતાં તેજસ્વી હોવાનું કહ્યું તેવું તેજ સાધુનું હોય તે બતાવ્યું.