________________
૧૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
છોડતું નથી, વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ કરીને પાછો જૂઠું બોલીને ઢાંકે છે, વળી પોતાને દેષ બીજા ઉપર ઢળે છે, વળી તે કપટી હમેશાં ઠગવામાં તત્પર જેણે શુભ લેશ્યા (સુવિચાર) સ્વીકાર્યા નથી, અથોત આર્ત ધ્યાનમાં હgઈને હમેશાં અશુભ વિચારો કર્યા કરે છે, પછી તે ધીરે ધીરે ધર્મધ્યાનરહિત અસમાધિવાળો અને અશુદ્ધ વેશ્યાવાળે (મનમાં બળનારો અને બડબડત) રહે છે, આવા મનુષ્યને માયાશલ્ય સંબંધી પાપ બંધાય છે, આ અગ્યારમું માયા સંબંધી પાકિયાસ્થાન બતાવ્યું,
આ ઉપર બતાવેલાં અર્થદંડથી લઈને માયા સુધીનાં અગ્યાર કિયા સ્થાને સામાન્ય રીતે વિચારતાં મુખ્યત્વે અસંયત (ગૃહસ્થી) જેને લાગુ પડે છે, હવે બારમું કિયા સંબંધી જેનેતર સાધુને આશ્રયી કહે છે.
अहावरे बारसमे किरियटाणे लोभ वत्तिएत्ति आहिज्जइ, जे इमे भवंति, तं जहा आरन्निया आवसहिया गामंतिया कण्हुई रहस्सिया णो वहु संजया णों बहु पडिविरया सव्व पाणभूत जीव सत्तेहिं ते अप्पणो