________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૮૭
“ બદલે આપે વળી શુદ્રસ જેમને અસ્થિક (હાડકાં) નહેય તે જીવનું ગાડું ભરીને પણ મારીને બ્રાહ્મણને જમાડવા,
વળી કહે કે ઉત્તમ વર્ણને હું હોવાથી મારા ઉપર કેઈને હૂકમ ન ચાલે, પણ બીજા મારાથી નીચા છે, તેમના ઉપર હુકમ ચલાવે, મને પરિતાપ ન આપે, બીજાને પરિતાપ આપો, તેમ મને પગાર આપીને મજુરી કરવા ન લઈ જવો, બીજા શુદ્ર વિગેરેને મજુરી આપી લઈ જવા, ઘણું કહેવાથી શું! (ડામાં સમજે, તેમ મને ન મારે, બીજાઓને જીવથી પણ મારે, આ પ્રમાણે પરને પીડા. કરવાના ઉપદેશથી અતિ મૂઢપણાથી અસંબદ્ધ બોલવાથી, અજ્ઞાનતાથી ઢંકાયેલા ફક્ત પેટભરા સ્વાર્થ વિષય દષ્ટિવાળાઓને પ્રાણાતિપાત વિરતિરૂપવત ન હોય, તેમ જૂઠ ચેરી મૈથુન પરિગ્રહ ત્યાગ પણ ન હોય, હવે અનાદિભવેના અભ્યાસથી દુ:ખથી છોડાય એવા મુખ્ય વિષય સીસંગને સૂત્ર વડે બનાવે છે,
ઉપર બતાવેલ કારણોથી અતિ મૂઢપણાથી પરમાર્થને ન જાણનારા તે જુદા જુદા મતવાળાઓ સીથી યુક્ત કામ (વિષય લંપટતા) અથવા સ્ત્રી તથા બીજા વિષયમાં મૂછિત. તથા ગ્રઢ બનેલા છે, (અહીં સ્ત્રી શબ્દ લેવાથી જાણવું કે તેમાં લેકોને વધારે પ્રેમ છે,) તેથી તે સ્ત્રીના રૂપમાં કે મધુર ગાયન વિગેરેમાં પ્રાણીઓને પ્રાયે રાગી થવાથી સંસાર ભ્રમણનું કારણ થાય છે, તે બતાવે છે,