________________
અઢારમુ' શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૧૫૩
હાય છે, તેથી વિપરીત અનાર્યો છે તેમજ કેટલાક પુણ્યા ક્રયથી ઉંચ (માનનીય) ગેાત્રના કેટલાક નીચ (અમાન્ય) ગાત્રના કેટલાક જોઇએ તેવી ઉંચાઇના કેટલાક ઠીંગણા હાય છે, કેટલાક સુંદર રંગના કેટલાક અસુંદર રંગના વગેરે હાય છે, કેટલાક સુરૂપવાળા તથા કેટલાક કદરૂપા હાય છે, तेसिं च णं इमं एतारूवं दंडसमादाणं तं जहा रइएस वा तिरिक्ख जोणिएसु वा मणुस्सेसु वा देवेसु वा जेयावन्ने तहप्पगारा पाणा विन्नू वेयणं वेयंति,
ઉપર બતાવેલા મનુષ્ય વિગેરેને આ પ્રમાણે દંડ (દુ:ખરૂપ શિક્ષા) પાપના ગ્રહણ કરવાના સંકલ્પ કરવાથી તેનાં ફળ ભોગવવા માટે ચાર ગતિ નારકી તિર્યંચ મનુષ્ય કે દેવામાં જઇને જુદી જુદી જાતિ કે રંગ વિગેરેવાળા પ્રાણીઓ કે વિદ્વાનેા વેદના (જ્ઞાન) ને અનુભવે છે, સાતા અસાતા (સુખ દુઃખ) ને અનુભવે છે, તેના ચાર ભાંગા થાય છે તે કહે છે.
(૧) સંજ્ઞી (મનવાળા) જીવા વેદના અનુભવે છે, અને જાણું છે, (૨) સિદ્ધો (આૐ કર્મથી રહિત) જાણે છે, પણ અનુભવતા નથી, (૩) અસની (મન રહિત) વેદનાને અનુભવે છે, પણ જાણતા નથી (૪) અજીવ (ચેતના રહિતજડ) નવેદે, ન અનુભવે, અહીં પહેલા ત્રીજા ભાંગાના અધિકાર