________________
૧૦૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. તેને બીજે કઈ દુખ આપનાર નથી તેમ કેઈથી તેને વિસંવાદ પરિભાવ (અપમાન) કે જૂઠું કલંક આપવા વડે દુઃખ થતું નથી, પણ પ્રથમના કોઈપણ કારણે ચિત્તમાં સંકલ્પ ઉઠવાથી દુઃખ થાય છે, તેથી તે પોતે જ જેમ નીચ વર્ણના લીધે કોઈને તિરસ્કાર થતાં દીન થાય તેમ આ રંક માફક હીન બની મનમાં ગભરાયેલે દુષ્ટ દુઃર્મન અને અસમાધિથી મનના વિચારે હણાયેલે ચિંતારૂપદિલગીરીના સાગરમાં ડુબેલે અથવા ચિંતાશક તેજ સાગરમાં પેઠેલે (અર્થાત્ બહુ દુઃખીઓ) કે થાય છે તે કહે છે, હથેળીમાં મોટું રાખીને હમેશાં ઉદાસ બેસે, તથા આર્તધ્યાનને વશ થઈને સારે વિવેક છેડીને ધર્મધ્યાનથી દૂર રહી કંઇપણ નવા કારણ વિનાજ રાગદ્વેષ વિગેરે જેડકાને વશ થયા માફક ચિતામાં ડુબી અંતર આત્મામાં થયેલ મન સંબંધી સંશય વિનાનાં (પાપનાં) તેને ચાર સ્થાન થાય છે તે કહે છે, કેધ માન માયા લેભ તે ચારે આત્માની સાથે (કર્મ તરીકે) સંબંધ ધરાવે છે, એ હોય ત્યારે જ મન દુષ્ટ થાય છે, તે દુષ્ટ મનના લીધે મનની સમાધિ હણાતાં તે અધ્યાત્મ સંબંધી સાવદ્ય (પાપ) કર્મ બંધાય છે, આ આઠમું કિયાસ્થાન કહ્યું.
अहावरे णवमे किरियटाणे माणवत्तिपत्ति आहिजइ, सें जहाणामए केइ पुरिसे