________________
૧૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
જિનેશ્વરના સચોટ ઉપદેશથી તેજ ભવમાં સમસ્ત (બધા) કર્મ ક્ષય થવાથી સિદ્ધિમાં જનારા થાય છે, હવે દષ્ટાન્ત તથા પરમાર્થ સમજાવીને કમળના દષ્ટાંતના આધારભૂત તળાવડીનું તરવું સૂત્રકારે મુશ્કેલ બતાવ્યું, તે નિયુક્તિકાર બતાવે છે, जल-मालकद्दमालं बहुविह वल्लियगहणं च पुक्खरिणिं जंघाहि व बाहाहि नावाहि व तं दुरवगाहं ॥१६१॥ .
જલમાલા-ઘણું ઉંડા પાણીવાળી તથા કાદવવાળી જેનું તળીઉં ન સમજાય તેવી ઉંડી કાદવથી ભરેલી તેના ઉપર ઘણું પ્રકારની વેલડીઓ ઉગેલી તેવી વાવડી કે તળાવડીને જંઘા (પગ) બાહુ (હાથ) થી કે નાવથી પણ તરવી મુશ્કેલ છે, આવી વાવડી દેખીને તેમાં ઘણાં કમળો દેખીને કોઈ પણ માણસ તેને લેવા લલચાય છે, पउमं उल्लंघेत्तुं ओयरमाणस्स होइ वावत्ती किं नरिथसे उवाओ जेणुल्लंघेज्ज अविवन्नो १६२
તે બધામાં મોટું પદમવર પૌડરીક હોવાથી તેને તોડીને લેવા જતાં અવશ્ય (કાદવમાં ખેંચી પાણીમાં ડુબવાથી) પ્રાણ જાય છે,
પ્ર-તે તેડીને લાવવાને કોઈ ઉપાય નથી, કે સુખથી તેડી લાવે, અને પિતાના પ્રાણની રક્ષા કરે ? તેને ઉપાય બતાવે છે,