________________
૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
સૂયગડાંગ સૂત્ર સ્કંધ બીજે.
- ક્રિયા સ્થાન અધ્યયન. પ્રથમ અધ્યયન કહીને હવે બીજું પ્રારંભ કરે છે, તે એને આ પ્રમાણે સંબંધ છે, પહેલા અધ્યયનમાં તળાવડીના સાદ કમળ પિંડરીકના દષ્ટાન્તથી સર્વ અન્ય ધર્મના ભેદે બતાવ્યા, અને જોઈએ તેવો મેક્ષ મેળવવાને સમ્યગૂ ઉપાય ન હોવાથી તેઓ નવા કર્મને બાંધનારા બતાવ્યા, તથા સાચા સાધુએ સભ્ય દર્શન વિગેરેથી મોક્ષ માર્ગે જનારા હોવાથી સદુપદેશ દેવાથી પિતાને તથા બીજાને સંસાર બંધનના કર્મથી મુકાવનારા છે, તેમ અહીં પણ બારકિયા સ્થાને વડે કર્મ બંધાય છે, અને તે સ્થાન વડે મુકાય છે, તે પ્રથમ અધ્યયનમાં બતાવેલ બંધ મોક્ષનું પ્રતિપાદન (:સમર્થન) અહીં કરે છે, તથા છેલ્લા સૂત્ર સાથે આ અધ્યયનના પ્રથમ સૂત્ર સાથે આ સંબંધ છે. ચરણ કરણના જાણ ભિક્ષુએ કર્મ ખપાવવાને ઉદ્યમાન થયેલાએ કર્મ બંધનાં કારણે જે બાર સ્થાને છે, તે બરોબર રીતે ત્યાગવાં, અને તેથી ઉલટાં સારાં મોક્ષનાં સ્થાન આદરવાં, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર કહેવા જોઈએ, તેમાં ઉપક્રમમાં રહેલે અધિકાર (વિષય) આ છે કે આ અધ્યયન વડે કર્મને બંધ જે ક્રિયા વડે થાય છે, તે કિયાઓ છોડવાથી મોક્ષ થાય છે એમ જાણવું, નામ