________________
૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ' તે જીવ જુદો નહિ માનનારા નાસ્તિક પિતે દેખાતા શરીરમાં અમૂર્ત આત્માનું જ્ઞાન પિતાના આત્મા (હૃદય)માં અનુભવે છે, તેથી જ જૈનાચાર્ય કહે છે કે ગુણવાન ભવ્ય જીએ તે ચેતનારૂપ આત્માને અમૂર્ત પણે જાણો, એથી આત્મા અમૂર્ત, શરીરથી જુદો, જ્ઞાનવાળો, જ્ઞાનના આધાર ભૂત છે, જે તે નાસ્તિકના મત પ્રમાણે શરીરથી આત્મા જુદો ન માનીએ તે તેનું વિચારેલું કેઈપણ જીવનું મરણ ન થાય, અને આપણે બધાએ પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા કેટલાએ મરતા છે અને કેટલાક મરેલા છે, તેથી બીજે પણ મરતાં જોયા છે, તેથી સમજુને વિચાર થાય છે કે હું કયાંથી આવ્યા તથા આ શરીર છોડીને
ક્યાં જઈશ, તથા આ મારું શરીર પ્રથમનાં જુનાં કર્મને લીધે છે, વિગેરે સુખદુઃખની લાગણીઓ શરીરથી આત્મામાં જુદ્ધ અનુભવાય છે. આ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે છતાં કેટલાક નાસ્તિકે ઉપર બતાવેલા જુદા જીવન માનનારા ધૃષ્ટતા ધારણ કરનારા ઉલટું પૂછે છે કે જે શરીરથી જુદો આવ્યો હોય તો તે કેવા આકાર વર્ણ ગંધ રસ ફરસના ગુણવાળો છે, તે કહો? આને ઉત્તર જૈનાચાર્ય ઉપર પ્રમાણે સમજાવી ભવ્ય જીવોને કહે છે કે તે વરાક (રાંકડા બુદ્ધિહીણ) પોતાના મંતવ્યના આગ્રહથી અજ્ઞાન અંધકારથી સત્ય આત્માને જાણતા નથી, કે આ ધર્મ (લક્ષણે) સંસ્થાન વિગેરે મૂર્ત શરીરનાં છે, પણ અમૂર્તનાં