________________
૧૦૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
વિશેષ પીડાકારી કંઈપણ દુઃખ આવે તે મને અતિ પીડા, કરે, વળી તે સમયે દુઃખનું ઉપાદાન બની પછી વધારે દુઃખદાયી, થાય, અને તે સમયે જરાપણ સુખ હોય તેને નાશ કરે અથાત બીજું સુખ હોય તે પણ અશુભ કર્મ ઉદયમાં આવે તે વખતે ન ગમે (ફરી ફરી તે વાત કહેવાથી જાણવું કે સંસારમાં દુ:ખ ઘણું છે) હવે દુઃખ સમયે કેવા વિચાર આવે તે કહે છે કે મને ભયમાં કામ લાગશે તેમ ગણીને ક્ષેત્ર ઘર ચાંદી નું ધન ધાન્ય વિગેરે મે સંઘરેલાં છે અથવા મધુર શબ્દો વિગેરે ઉપર પ્રેમ કરે છે માટે ભગવાન જેવા ધનના ઢગલાઓ! અથવા સુંદર વાત્ર વિગેરે મનહર ઉપગરણો ! તમને ભગવાન તરીકે મેં વહાલાં ગણ્યાં છે, માટે હે કામગો! મેં તમને ઘણા સેવ્યા છે, સંભાળ્યા છે, તે તમે આ મારા ભયંકર રોગના દુઃખમાં રક્ષણ કરો ! તે ભયંકર રોગોની પીડાથી પીડાયેલે હું તે દુઃખને જાણું છું કે તે અનિષ્ટ અપ્રિય. એકાંત અશુભ અમનેઝ અને અવનામ ઘણું જ ખરાબ દુઃખ છે, તે મને ભેગવવું પડે છે. તે, તમે લઈ લે, હું તેનાવડે ઘણું દુઃખ પામું છું, માટે તમે આ દુ:ખથી કે રોગ આતંકથી મુકો, આ સૂત્રમાં વસ્તુ તથા પરિગ્રહને પ્રથમ પ્રથમ વિભક્તિમાં દુઃખ લીધાં છે તે દુઃખદાયી સૂચવ્યાં છે, અને બીજી વખત બીજી વિભક્તિમાં છે, તેમને ઉદ્દેશીને કહે. છે કે તમે દુઃખને લઈ લે, ત્રીજી વખત પંચમીમાં લીધાં કે પરિગ્રહો! તમે મને દુઃખથી મુકો. આ બધાં દુઃખ મને,