________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૧૨૩
જે અતીત (પૂર્વ) કાળમાં રીખવદેવ વિગેરે તીર્થકરે થયા, અને હમણાં મહાવિદેહમાં સીમંધર સ્વામી વિગેરે વિચરે છે, તથા હવે પછી થનારા પદ્મનાભ વિગેરે તીર્થ.. કરો જે સુર અસુર તથા રાજાઓથી પૂજાય છે માટે અહંત છે, તથા પુણ્યોદયથી એશ્વર્યા વિગેરે ગુણેના સમૂહથી યુક્ત છે તેઓ બધા ખુલ્લા શબ્દોમાં દેવતા અને મનુષ્યની પર્મદામાં આમ કહે છે, તે પણ પોતે જ કહે છે, પણ બૌધમાં જેમ બોધિસત્વના પ્રભાવથી ભીત વિગેરેમાંથી. અવાજ નીકળે છે, તેમ નહિ; વળી હેતુ તથા ઉદાહરણ વિગેરે સાથે જીવને સમજાવે છે, તેવી જ રીતે ખુલ્લા શબ્દમાં જીના વિભાગનાં નામ વિગેરે બતાવી કહે છે કે ' “સર્વે અને હણવા નહિ, આ પ્રાણીઓની રક્ષા કરવાના લક્ષણવાળો ધર્મ પૂર્વે બતાવ્યો છે, તે ધ્રુવ-અવશ્ય થનારે નિત્ય-હમેશાં શાંતિ (ક્ષમા) વિગેરે લક્ષણવાળા શાશ્વત-કદી પણ નાશ ન થનાર (સારું ફળ આપનાર). કેવળ જ્ઞાનવડે જિનેશ્વરે જોઈને ચૌદ રાજલક પ્રમાણલેકમાં જીવ અજીવનું સ્વરૂપ જાણીને જીવના ખેદ (ખ)ને જાણુને તીર્થકરેએ આ ધર્મ કહ્યો, આ બધું જાણીને તત્વ સમજનાર સાધું પ્રાણાતિપાત (જીવહિંસા)થી પરિગ્રહ સુધીનાં પાંચ મહા પાપથી વિરત (બુટ) થઈને વધારે ઉત્તમગુણ મેળવવા શું કરે તે કહે છે,