________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૫
હોજરીના છ ભાગ કરવા તેમાં ત્રણ ભાગ દાળભાત શાક કઢી વિગેરેથી સહિતનું ભજન કરવું, બે ભાગ પાણું માટે રાખવા, તથા છઠે ભાગ વાયુ માટે ખુલ્લું રાખો અર્થાત્ થોડું પણ ઓછું ખાવું, આટલું પણ સાધુએ શરીરની શોભા કે સંસાર ભેગવવાની શક્તિ માટે ન ખાવું, ફક્ત જેટલા ભેજનથી દેહ ટકીને સંયમની ક્રિયામાં પ્રવર્તે, તેટલું ખાવું, તેમાં બે દષ્ટાન્ત કહે છે. (૧) અક્ષનું ઉપાંજન-ગાડાની ધરીમાં જેમ તેલ પુરે છે, તથા ગુમડાને મલમ લગાવે છે, તે ઉપમાઓ ભેજન લેવું, તે સંબંધી ગાથા કહે છે, अभंगेण व सगडं ण तरइ विगई विणा उ जो साहू सो रागदोसरहिओ मत्ताए विहीइ तं सेवे ॥१॥ - જેમ ગાડાની ધરીમાં તેલ ઉજે છે, તેમ જેટલી વિકૃતિ તેલ-ઘી દૂધ દહી વિગેરે વિના સંયમ ન મળી શકે, તેટલી માપસર લઈને રાગદ્વેષ રહિત સાધુ ભજન કરે, એજ બતાવે છે,
સંયમ નિર્વાહનું પ્રમાણ તે સંયમ યાત્રા માત્રા–અર્થાત્ જેટલા આહારથી ફક્ત સંયમન નિર્વાહ થાય તેટલું ખાય, તે પણ સાપ જેમ બીલમાં પ્રવેશ કરે તેમ કળીયા ગળામાં સ્વાદ લીધા વિના ઉતારે, અર્થાત્ સ્વાદિષ્ટ વસ્તુને સ્વાદ લેવા આમ તેમ ફેરવે નહિ, અથવા સાપના દરમાં પેસવાની માફક અસ્વાદિષ્ટ આહાર મળે તેપણ રાગદ્વેષ