________________
૧૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
છે, તેમ બીજો ભાગ પણ શુદ્ધ છે, તેમાં સાધુ માટે. બનાવેલ નથી,
વળી આવા કમી” ઉદ્દેશીક વિગેરે ઉદગમ દેષ ૧૬, તેમ ઉત્પાદ ધાત્રી દૂતી વિગેરેના ૧૬ તથા એષણા દેષમાં શંક્તિ વિગેરે ૧૦ કુલ ૪૨ દોષથી રહિત શુદ્ધ આહાર લે, તથા સચિત્ત વસ્તુને અગ્નિ વિગેરેથી અચિત્ત બનાવેલ હોય, તે શસ્ત્ર પરિણામવાળી છે, અર્થાત્ ફાસુઆહાર છે, તે પૂર્વના વર્ણ ગંધ રસ વિગેરેથી બદલાયેલું હોય, વળી અવિહિસિત તે બરોબર અચિત્ત થયેલું હોય તે લે,. તેપણ એષિત-પિતે નિર્દોષ શોધીને લાવ્યા હોય, વૈષિકસાધુતા સમજીને ગૃષ્ણે આપ્યું હોય, પણ પિતાના જાતિ વિગેરેના સંબંધથી ન આપ્યું હોય, તેમ તિષ વિગેરે બતાવી ન લીધું હોય, તે પણ સામુદાનિક-તે એક ઘરથી ન લેતાં મધુકર માફક ફરીને થોડું થોડું જુદા જુદા ઘેરથી લીધું હોય, વળી તે શાસ્ત્રના જાણ ગીતાર્થે નિર્દોષ લીધું હોય, તે પણ ભૂખની વેદના થતી હોય કે આચાર્ય કે માંદા વિગેરેની વૈયાવચ્ચ માટે કારણે સાધુ આહાર લે, વળી તે પિતાની હાજરીના પ્રમાણમાં લે પણ વધારે પ્રમાણમાં ન લે, તેનું પ્રમાણ બતાવે છે, अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए। वाउपवियारणहा छब्भागं ऊणयं कुज्जा ॥१॥