________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૩૭
टीएसु वा अणुवटिएसु वा सुस्सूसमाणेसु पवेदए, संति विरति निव्वाणंसोयवियं अजवियं महवियंलाघवियं अणतिवातियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूताणं जाव सत्ताणं अणुवाइं किट्टए धम्मं ॥
તે સાધુ આહાર ઉપધિ શયન સ્વાધ્યાય ધ્યાન વિગેરેનું પ્રમાણ જાણે છે તે વિધિની જાણ બનીને ચાર દિશાઓ તથા ખુણાના ભાગોમાં વિહાર કરતા ધર્મોપદેશ કરે, કે જેના વડે લેકે ધર્મ કરવાનું સમજે. અને ધર્મ કરવાથી સારાં ફળ થાય, તે કહે આ ધર્મ કથન પરહિતમાં લક્ષ રાખનારા સાધુએ સારી રીતે ધર્મ સાંભળવા બેઠેલા શિષ્યોને કહેવું અથવા વિષે કૌતુક વિગેરેમાં લાગ્યા હોય તેમને બોધ આપવા કહેવું, વળી સાંભળવા ઈચ્છતા બીજાઓને પણ સ્વપરહિતના માટે ધર્મોપદેશ કડે, સાંભળવા ઈચ્છતાને શું કહે તે બતાવે છે,
શાંતિ-કોધને જીત (કોધ ન કરે) તેથી યુક્ત જીવહિંસા વિગેરે પાપની વિરતિ (પાપ છોડવાં) તે શાંતિ વિરતિ છે, અથવા શાંતિ–બધા કલેશોને દૂર કરવા દીક્ષા લેવી, તે શાંતિવિરતિ છે, તેને ઉપદેશ આપે, તથા ઉપશમ