________________
૧૨૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ શે.
હવે અનુકૂળ પ્રતિકૂળ શબ્દો વિગેરેમાં રાગદ્વેષ સાધુ ન કરે તે બતાવે છે, તે ભિક્ષુ સર્વ આકાંક્ષાઓ છેડીને વેણુવીણા દ્વારમાનીયમ વિગેરેના મધુર શબ્દોમાં રાગી ન થાય, તથા ગધેડું ભુંકે કૂતરૂ' ભસે તેવા કઠાર અવાજથી ખેદ ન કરે, એ પ્રમાણે બધા વિષયામાં જાણવું, હવે ક્રોધ વિગેરેના ઉપશમ સામાન્ય રીતે બતાવે છે, ક્રોધ માન માયા લેાભ વિગેરેથી વિરત એટલે શુદ્ધ આત્માના જ્ઞાન ગુણમાં રમેલા, તે પ્રમાણે રાગદ્વેષ કલહ અભ્યાખ્યાન (ખાટુ' આળ) તથા ચાડી ચુગલી કરવી પારકાની નિંદા કરવી શાક કે હષ કરવા, કપટ કરી શૂઠાનું સાચું કરવુ, મિથ્યાત્વ શક્ય વિગેરે જે પાપા છે, તેનાથી દૂર છે, આ પ્રમાણે અઢારે પાપસ્થાનથી દૂર હાવાથી મેટાં કર્મ બંધનનાં કારણેાથી મુક્ત થવાથી સારી રીતે સયમ પાળે છે, અથવા સર્વાં પાપા દૂર થવાથી પ્રતિવિરત (નિર્મળ આત્મા) છે, મેટાં કર્મ બંધનનાં કારણથી મુકત છે તે ખુલ્લા શબ્દોમાં બતાવે છે, जें इमे तसे थावरा पाणा भवंति, ते णो सयं समारंभइ, णो वऽण्णेहिं समारंभावेंति, अन्ने समारभते वि न समणुजाणंति, इति से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते से भिक्खू॥
*