________________
૧૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ શે.
( આવી લબ્ધિ માટે ગુરૂ સેવા ન કરે, મેક્ષ માટે જ સેવા કરે ) તથા આવા ઉત્કૃષ્ટ તપ નિયમ અને બ્રહ્મચર્યના પાળવાથી તથા યાત્રા માત્રા (નિર્મળ સંયમ )ની વૃત્તિથી ધર્મ આરાધવાથી અહીંથી મરીને બીજા ભવમાં દેવલેાકમાં દેવ થાઉં, અને ત્યાં ઉત્પન્ન થવાથી આવા સુંદર કામ ભાગા મતે મળશે, અથવા અશેષ (બધાં) દુઃખથી મુક્ત થા, અથવા શુભ અશુભ કર્મોની અપેક્ષાએ અશુભ થાઉં, જેથી મને માહુ ન થાય, આવું પણ ભવિષ્ય માટે ન ચિતવે, અથવા વિશિષ્ટ તપ ચારિત્રના પ્રભાવથી ભવિષ્યમાં મને અણિમા લઘિમા વિગેરે આઠ પ્રકારની સિદ્ધિઆ થાઓ, જેથી હું લેાકમાં સિધ્ધ કહેવાઉં, દુ:ખ થાય નહિ, અશુભ ન થાય, મધ્યસ્થ થાઉં, એવી આશસા ન કરે,
પ્ર-આવી સારી ભાવના પણ શા માટે ન કરે ? -આ વિશિષ્ટ તપ તથા ચારિત્રને નિળ રીતે આરાધવા છતાં કોઈ અંશે મલિન પરિણામ થાય તે સિદ્ધિ ન પણ થાય, અને નિર્મળ ભાવ રહે તેા સપૂર્ણ કર્મના ક્ષયરૂપ સિદ્ધિ થાય, પણ તે સ્વભાવિક ભલે થાય, આશ સા ન થવી જોઈએ, કારણ કે,
जे जत्तिया उ हेऊभवस्स, तेचैव तत्तिया मोक्खे સંજોગા બદલાય તા જે હેતુએથી ભવ ભ્રમણ થાય, તે જ હેતુઓથી મેાક્ષ પણ થાય એટલે કોઇ વાતની આકાંક્ષા પુરી થવી મુશ્કેલ છે, અથવા અણિમાદિ આ ગુણવાળી