________________
સત્તમ્ શ્રી પિંડરીક અધ્યયન.
| [ ૧૨૯
અહીં જે સાક્ષાત્ ત્રસ થાવર જી વિદ્યમાન દેખાય છે તેમને ઘાત કે તેમને પીડા થાય, માટે પોતે પાપારંભ ન કરે, ન બીજા પાસે પાપારંભ કરાવે, કઈ પાપારંભ કરતા હોય તેમને સહાયતા ન કરે, આવું પાપ છેડવાથી તે મોટાં કર્મબંધનથી ઉપશાંતમાં ઉપસ્થિત (પાપથી દૂર) તેમ પ્રતિવિરત તે સંયમની રક્ષા કરનાર છે, હવે કામગની નિવૃત્તિ બતાવે છે,
जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा तेणो सयं परिगण्हंति णोअन्नेणं परिगिहावेंति, अन्नं परिगण्हतं पिन समणुजाणंति, इति से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते से भिक्खु ॥
જે કાઈ કાનથી સાંભળીએ કે આંખથી દેખીએ તે કામ અને નાકવંડે સુંધીએ જીભે ખાઈએ અંગે વિલેપન કરીએ તે ભેગો તેમાં સચિત્ત કે અચિત બંને પ્રકારની વસ્તુઓ હેય, તે પોતે સ્વાદ કરવા ન ગ્રહણ કરે, ને બીજા પાસે લેવડાવે, તેમ બીજે કઈ તે શેખ કરતો હોય તેને પ્રશંસે નહિ, તે કર્મબંધનથી મુક્ત નિર્મળઆત્મા જાણો, હવે સાંપરાયિક કર્મના ઉપાદાનને નિષેધ બતાવે છે,