________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ १२१ દેતાં મને તે હિંસાનું દુઃખ અનુભવાય છે, તેને ભય મને થાય તે હું અનુભવું છું, તેજ પ્રમાણે બધાનું છે તે કહે છે,
इच्चेवं जाण सव्वे जीवा सव्वे भूता सव्वे पाणा सव्वे सत्ता इंडेण वा जाव कवालेण वा आउटिजमाणावा हम्ममाणावा तजिजमाणा वा ताडिजमाणा वा परियाविजमाणा वा किलामिजमाणावा उद्दविजमाणा वा जाव लोमुक्खणणमाय मविहिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेति,एवं नच्चा सव्वे पाणा जाव सत्ता ण इंतचा ण अज्जावेयव्वा ण परिघेतव्याण परितावेयव्वा ण उद्देयव्वा॥
બધા ને તેવુ દુઃખ થાય છે માટે તેવું જાણ કે સર્વે પ્રાણી જીવ ભૂત અને સો જેમાં થોડે થોડે ભેદ છે, તેમને દંડ વિગેરેથી મારવાથી તે છેવટ વાળ ઉખેડવા માત્ર સુધી પણ દુઃખ થતું જાણું તે હિંસા કરનારૂં દુઃખ તથા ભય ઉત્પન્ન થાય છે, તે બધાં પ્રાણીઓ આપણી માફક સાક્ષાત્ અનુભવે છે, માટે તે સર્વે જીવોને હણવા નહિ, તેમ મારી નાંખવા નહિ, તેમ બળાત્કારથી આપણું