________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૧૩ વળી કાળા કેશે બૂઢાપારૂપ જળમાં નહાવાથી ધેાળા થાય છે, આ પ્રમાણે બૂઢાપાથી સન્મતિ (ડહાપણ) આવતાં આવું વિચારે કે આ મારૂં ઉદાર શરીર જુવાન અવસ્થામાં સારા રૂપવાળું સારા આહારથી પિષેલું આયુ ઓછું થતું હોવાથી સર્વથા તજવાનું છે એવું સમજીને શરીરની અનિત્યતા ભાવીને સંસારની અસારતા સમજીને ઘરને બધે પ્રપંચ છેડીને ત્યાગવૃત્તિને પામીને તે સાધુ દેહને લાંબું સંયમ (ઘણા કાળ સુધીનું) પાળવાને દીક્ષા લેઈ ગેચરી માટે તૈયાર થાય છે, તે સમયે બે પ્રકારના લેકને જાણે, તે બે પ્રકારને બતાવે છે, પ્રાણ ધારણ કરનારા છે, તેમ પ્રાણ ધારણ નહિ કરનારા અજીવે છે, તેમજ ધર્મ અધર્મ અને આકાશ વિગેરે છે, હવે સાધુની અહિંસાની પ્રસિદ્ધિ માટે જેના બે વિભાગ બતાવે છે, ઉપગે લક્ષણવાળા જેના બે વિભાગો છે, ત્રાસ પામે તે ત્રસ બેઇદ્રિથી પંચેંદ્રિ સુધી અને સ્થિર રહે તે સ્થાવર-પૃથ્વીકાય વિગેરે-તે પણ સૂફમ બાદર. પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે ઘણા ભેદવાળા જાણવા, એના ઉપર ઘણા પ્રકારે વ્યાપાર (વ્યવહાર) ચાલે છે, હવે તેના આરંભને વ્યાપાર કરનારા બતાવે છે,
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणा विसारंभासपरिग्गहा, जे इमे तसा थावरा पाणा ते सयं