________________
૧૧૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. दोहिवि अंतेहिं अदिस्समाणो इति भिक्खू रीएजा ॥ सेबेमि पाईणं वा ६ जाव एवं से परिणाय कम्मे, एवं से ववेयकम्मे, एवं से विअंतकारए भवतीति मक्खायं ॥ सू.१४॥ : હવે સમાપ્ત કરે છે. જે આ ગૃહસ્થ વિગેરે છે, તે આરંભ અને પરિગ્રહ વડે પાપોને ઉપાર્જન કરે છે, અથવા રંધાવીને ખાનારાઓ ગૃહસ્થપણામાં તથા સાધુવેષ ધારીને પણ પાપ કરે છે, તેવું ઉત્તમ સાધુ વિચારીને તે આરંભ પરિગ્રહને અથવા રાગદ્વેષને અંત કરનારે બને, અથવા રાગદ્વેષને અંત (અભાવ) કરનારે રાગદ્વેષ રહિત બનીને ભિક્ષાથી નિર્વાહ કરનારે નિરવદ્ય ભૂજન કરનાર સારા સંયમના અનુષ્ઠાનમાં પ્રવર્તે, તેને સાર એ છે કે જે આ જ્ઞાતિના સંગે છે, અને ધન ધાન્યાદિ જે પરિગ્રહ છે, અને આ હાથ પગ વિગેરે અવયવવાળું શરીર છે, અને આયુબળ વર્ણ વિગેરે છે, તે બધું અશાશ્વત અનિત્ય સ્વન જેવું કે ઇંદ્રજાળ જેવું અસાર છે, તથા ગૃહસ્થ શ્રમણ તથા બ્રાહ્મણો આરંભ પરિગ્રહવાળા છે, (તેથી તેમને ખરૂં સુખ નથી) એમ સમજીને સારા સંયમ અનુઠાનમાંભિક્ષુ વતે, વળી હું જરા વધારે ખુલાસાથી દષ્ટાંત સહિત કહું છું, તેમાં પ્રજ્ઞાપક (કહેનાર)ની અપેક્ષાએ પૂર્વ