________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૧૧ આ વિચાર કરીને તત્વ જાણનારા તેઓ થાય છે.
હવે બીજી રીતે વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ બતાવે છે. તે મેધાવી (દક્ષ) સાધુ આવું જાણે, કે આ બધું જ્ઞાતિનું સગુંવહાલું દૂરનું છે, અને આ સાથે રહેલું શરીર નજીકનું છે, કારણ કે શરીરના અવયવો સાથે રહે અને સગાં દૂર રહે છે, હવે સુંદર શરીરનું વર્ણન કરે છે,
આ મારા બે હાથે અશોક વૃક્ષના કુમળા નવા પલ્લવ જેવા (કમળ અને સુશોભિત દેદીપ્યમાન છે, આ બે ભુજાઓ. હાથીની સૂંઢના જેવી છે, તે શત્રુનાં નગરે જીતવા સમર્થ છે, સેવક તથા હિતસ્વીઓના મનોરથ પુરનારી છે, સેંકડો શત્રુના જીવિતને અંત કરનારી છે, તે જ પ્રમાણે બીજા કેઈના નથી એવા મારા બે સુંદર કમળના ગર્ભ સરખા કમળ બે પગે છે, વિગેરે બાબત સુગમ છે તે જ પ્રમાણે સ્પશે ઇંદ્રિય પણ મનહર છે, પૂર્વના પુણ્યના ઉદયથી બીજાને તેવું નથી પણ મને જ છે, અને હાથ પગથી લઈને સ્પર્શ ઈદ્રિય સુધી શરીરના બધા અવયે સુંદર છતાં વૃદ્ધાવસ્થા તથી યૌવન કાળ વીતતાં તે બધાં જરાથી જર્જરિત થશે, દરેક ક્ષણે નિર્બળ પડતાં જશે, તે પ્રમાણે ક્ષણે ક્ષણે નબળા પડતા શરીરમાં દરેક પ્રાણું નબળું પડી ક્ષીણ થાય છે, વળી આયુ બાંધીને આવેલા તેમાંથી દરેક પળે તેટલું છે છું થાય છે, કારણ કે જે ક્ષણ ગઈ તે પાછી આવતી નથી, તેટલે કાળ ઓછો થયે, જાણ તે આવી મરણ છે, તે પ્રમાણે