________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન
[ ૯૩
વસ છે તે ભય પામેલા દેખાય તે બે ઇંદ્રીથી પાંચ ઇંદ્રી સુધીના તથા સ્થાવર-સ્થિર રહેનારા એકેદ્રિય પૃથ્વી વિગેરે પ્રાણીઓ (જી) છે, તે નિયતિના લીધે ઔદારિક વિગેરે શરીર મેળવે છે, પણ કર્મ વિગેરેથી તેને શરીર મળતું નથી, તથા એક જ જન્મમાં બાળકુમાર જુવાન બુદ્ધે પણ વિગેરે જુદું જુદું રૂપ આકાર ધરે છે, તે નિયતિથી થાય છે, તથા નિયતિથી જ શરીરથી જીવ જુદો પડે છે, તથા નિયતિથી કુબડે કાણો લંગડે વામન (ઠીંગણો) જરા મરણ રોગ શોક વિગેરે બીભત્સ (નિંદનીય) અવસ્થા આવે છે, આ પ્રમાણે ત્રણ સ્થાવર જીવોની દશા થાય છે, આ પ્રમાણે નિયતિવાદીઓ નિથતિનો આશ્રય લઈને તે નિયતિની ઉપ્રેક્ષા (આધાર રાખીને પલેકથી ન ડરતાં તે આવું જાણતા નથી કે કિયા તે સારું કૃત્ય કે અકિયા-પાપ છે, પણ નિયતિનો આધાર માનીને તેને માથે દેષ મુકીને જુદી જુદી જાતના ભેગે સ્વાદ લેવા માટે નવાં નવાં અકૃત્ય કરીને ખાવા પીવા વિગેરે ભેગો માટે પાપ કરે છે, તેથી જૈનાચાર્ય કહે છે કે
एवमेव ते अणारिया विपडिवना तंसदहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए अंतरा कामभोगेसु विसण्णा चउत्थे पुरिस