________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૯૫
-~~~
પછી એક નિયતિ લાગુ પાડતાં અનવસ્થા દેષ લાગુ પડશે, વળી નિયતિને આ સ્વભાવજ માને તે પછી બધા પદા
માં એક જ નિયતિ હોવાથી બધાનું એક સ્વરૂપ થવું જોઈએ, પણ જુદા સ્વભાવ પણું ન હોવું જોઈએ, વળી તે નિયતિ એકજ હોવાથી તેનાથી થનારાં બધાં કાર્યો. પણ એક આકારે થવાં જોઈએ તેમ થતાં જગતમાં આખા જગતમાં વિચિત્રતા થવી ન જોઈએ, આ થતું દેખાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, આ પ્રમાણે યુક્તિઓથી વિચારતાં કેઈ અંશે ઘટતી નથી, વળી તમે નિયતિને સ્થાપવા માટે બે પુરૂષ કિયાવાદી અકિયાવાદીને દષ્ટાંત આપે છે કે બંને સમાન છે, તે પણ તમારું કહેવું પ્રતીતિ (ખાત્રી) આપતું નથી, પ્રથમ તે એક કિયાવાદી બીજે અકિયાવાદી તેમનું તુલ્યપણું કેવી રીતે થાય? બંને પ્રત્યક્ષ જુદા અભિપ્રાય વાળા છતાં એક નિયતિથી તેના નિયતપણાથી આ બંનેની તુલ્યતા મનાવશે તે તે તમારા ખરા મિત્ર માની લેશે, (ન્યાયે ચાલનાર નહિ માને) કારણ કે નિયતિનું અપ્રમાણ છે, અપ્રમાણપણુ થોડામાં અમે ઉપર બતાવ્યું છે, વળી તમે કહો છે કે હું જે દુ:ખ વિગેરે ભેગવું છું, તે મેં કર્યું નથી,” તે તમારું વચન બાળક જેવું છે, (બાળક પણ તેવું ન બોલે !) તમે એટલું પણ જાણતા નથી કે જન્માંતરમાં જે શુભ અશુભ કર્મ ક્યાં હોય, તે અહીં ભગવાય છે, કારણ કે પોતાના કરેલાં કર્મનાં ફળ આપ