________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૧
તે ઈશ્વરવાદી જૈનધર્મનું ખંડન કરે છે, કે આ પ્રત્યક્ષ વિદ્યમાન જૈન લેકેના સાધુ જે ત્યાગીઓ શ્રમણ નિગ્રંથ કહેવાય છે, તેમને માટે કહેલું તત્વ બારસંગ ગણિપિટક જે આચારાંગ સુયગડાંગ વિગેરે દષ્ટિવાદ સુધી સૂત્રે છે, તે ઈશ્વરે કરેલાં નથી, માટે મિથ્યા (અસત્ય) છે, કારણ કે તેમણે પોતે રચી કાઢયાં છે, જેમ કઈ રસ્તામાં ચાલનારે ગમે તેમ બને તે પ્રમાણે ન થાય, તેમ ઈશ્વરે કર્યાવિનાના તે બરઅંગે જુઠાં છે, મિથ્યા શબ્દથી સમજવું કે તે જે નથી તે નવાં બનાવી લીધાં છે, અને અતથ્યથી સમજવું કે સાચા અર્થને ઉડાવી દે છે, તથા “યાથા તથ્ય નથી' એ શબ્દથી સમજવું કે જે અર્થ જોઈએ તે બાર અંગમાં નથી, આ શબ્દો કહીને તે ઈશ્વરવાદીએ જેનાગમને સાચા અર્થને ઉડાવનાર અને ખોટા અર્થને બનાવનાર એ દોષ ચડાવ્યા, જેમકે ગાયને ઘે કહે, અથવા ઘોડાને ગાય કહે, (અથવા મિથ્યા અતથ્ય અયાવાતથ્ય એ ત્રણે એક અર્થવાળા છે, જેમ શક ઈંદ્ર વિગેરે એક અર્થવાળા છે) આ પ્રમાણે તે વાદીએ બાર અંગ ગણી પિટકને ઈશ્વરનાં કરેલાં ન હોવાથી મિથ્યા ઠરાવ્યાં, તેના કહેવા પ્રમાણે ઈ”વરનું કરેલું આ જગત છે, અથવા આત્માથી અત તેના વિકારરૂપે છે, તેથી યથાવસ્થિત તેણે જે ત વ પ્રરૂપ્યું છે, તે સત્ય છે, અને સાચો અર્થ બતાવવાથી તે તથ્ય છે, આ પ્રમાણે ઈશ્વરને કારણ