________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૮૫
વળી તમે કહો છે કે તનુ ભુવન કરનાર બુદ્ધિ પૂર્વક કોઈ છે કારણ કે તેમાં સંસ્થાન વિગેરે નિયમસર છે અને જેમ દેવળ વિગેરે નિયમસર બનાવેલાં છે તેને કર્તા છે તેમ તે શરીર વિગેરેને કર્તા હૈ જોઈએ, (જૈનાચાર્ય કહે છે) આ તમારૂં સાધન ઈશ્વરને સાધતું નથી કારણ કે તેની સાથે વ્યાપિત સિદ્ધ થતી નથી પણ દેવળ વિગેરેના દષ્ટાંતમાં જેમ ઈશ્વરવિના તે બીજાના કરેલાં તમે માને છે તેમ તનુ ભૂવનને કર્તા પણ બીજે કેમ ન હોય? વળી સંસ્થાન શબ્દ માત્રથી બધામાં બુદ્ધિપૂર્વકનું કારણ માનશે તે તેપણ સિદ્ધ નહિ થાય. બીજી રીતે ઉપ પત્તિ ન થાય એવા સાધ્ય સાધનનાં પ્રતિબંધને અભાવ છે. (જયાં જયાં આકાર દેખશે ત્યાં ઈશ્વર કૃત માની લેશે તેમાં દષ્ટાંત એવું નહિ આપી શકે કે આ ઈશ્વરનું કરેલું અને આ બીજાનું કરેલું.) તમે કહેશે કે તે સિવાય સંસ્થાન માત્ર દેખવાથીજ સાધ્યસિદ્ધિ થશે તે પછી અતિ પ્રસંગ આવશે. જેમકે, अन्यथा कुंभकारेण, मृद्विकारस्य कस्यचित् । घटादेः करणात्सिध्येद् वल्मीकस्यापि तत्कृतिः ॥१॥ | કુંભાર માટીના ઘડા વિગેરેનો આકાર બનાવ્યો તે દેખીને કઈ જગ્યાએ માટીના રાફડાને આકાર દેખીને કેઈ અનુમાન કરી કે માટીને આકાર તે કુંભારજ કરે છે માટે આ