________________
. ૮૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
અને નરકમાં મેકલે, બીજાઓને સ્વર્ગ મોક્ષનાં કામ કરાવી તેમને સ્વર્ગનાં સુખ આપે કે મોક્ષનાં સુખ આપે ? (આવું પોપકારી ઈશ્વરને વિના કારણ દૂષણ આપવું ઊંચત નથી)
કદિ તમે એમ માને કે પોતે જેવો પ્રથમ શુભ અશુભ કર્મ કરે તેમના ફળ ઉદય આવતાં ફરી તેવાં પાપ કે ધર્મ કરી તેનાં ફળ ભેગવે તે ઇશ્વર દેષને પાત્ર નથી પણ નિમિત્ત માત્ર છે. આવું કહેશે તે તે પણ મુકિતનું સંગત (બેસતું) નથી. કારણ કે પૂર્વે અશુભ તેણે શા માટે કર્યું કે તેને આવું ફળ ભેગવવું પડે, તેથી તેજ દોષ આવીને ઉભે રહે છે.
તમે કહેશો કે અજ્ઞ જંતુ (મૂર્ખજીવ) કર્મ કરે છે તે આ પ્રશ્ન ઉભે રડે છે કે અજ્ઞજતુને તેવું કામ કરવાનું કોણે કહયું અને જો તમે એમ માનો કે તે અનાદિથી ચાલ્યું આવ્યું છે તે પછી શુભ અશુભ સ્થાનમાં જીવ પિતાની મેળે પ્રવર્તે તેમાં ઈશ્વરની કલ્પનાની શું જરૂર છે. તે જ કહયું છે. शस्त्रौषधादि संबंधा च्चैत्रस्य व्रणरोहणे । असंबंधस्य किं स्थाणोः, कारणत्वं न कलप्यते ।
ચેત્ર નામના માણસને શસ્ત્રથી ઘા લાગે અને દવા ચોપડવાથી મટે તે વચમાં જેને સંબધ નથી એવા ઝાડના. ઠુંઠાની કારણ તરીકે કપના શું કામ ન કરવી ?