________________
૮૨ )
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
માનનારા અથવા આત્માને અદ્વૈત માનનારા ઉપર પ્રમાણે શરીરભુવન વિગેરે કરનારે ઇશ્વર કારણરૂપે છે, તથા ચેતન અચેતન બધું આત્મામાંથી ઉત્પન્ન થયું છે. આત્માથી જ બધા આકારની ઉત્પત્તિ થાય છે” એવું જ્ઞાન તેજ સંજ્ઞાને માને તથા ઉપદેશ કરે. અને પિતાના રાગી થતાં તેમને આ તત્વ બરાબર ઠસાવે, અને હવે કહેવાતા ન્યાય વડે યુક્તિઓ વડે સિદ્ધ કરી તેમને પિતાના મતના આગ્રહી બનાવે, તેઓ તથા તેમના અનુયાયીઓ તે મતમાં સ્થિર થવાથી ઈશ્વર કર્તુત્વ અથવા આત્માના અદ્વૈતવાદમાં શ્રદ્ધા રાખવાથી સંસારના દુઃખને તેડી શક્તા નથી, તેમાં જૈનાચાર્ય દૃષ્ટાન્ત આપે છે, જેમ કેઈને ત્યાં સારું ખાવાનું મળવાથી શકુનિ (સમળી) અથવા લાવક વિગેરે પક્ષી હળેલું હોવાથી પાંજરાને છોડતું નથી. જેમ પાળેલા કબૂતરને આકાશમાં ગમે એટલું ઉડાડે છુટું મુકે તે પણ ફરી ફરીને ત્યાં કેદમાં પડે છે તે જ પ્રમાણે ઉપર બતાવેલ વાદીઓ કર્મ બંધનને ન જાણવાથી તેને તેડી પણ શકતા નથી. પણ પિતાના કદાગ્રહમાં અભિમાને ચઢેલા હવે પછીના કહેવાતા તત્વને બરોબર જાણતા નથી. તે આ પ્રમાણે–
૧. કિયા તે સંયમનાં સદ્ અનુષ્ઠાનરૂપ કર્તવ્યો, તથા અક્રિયા તે હિંસા જૂઠ વિગેરે અકર્તવ્યને જાણતા નથી. માનતા નથી તેમ તેના ફળ સુગતિ કુગતિ અથવા નરક અનરકને પિતે સદ્દ અસદના વિવેક હિત હોવાથી હદયમાં