________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[ ૭૯ उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિતિ |
વળી અશોક વિગેરે ઝાડો પૃથ્વીમાંથી થાય, તેને આશ્રયી રહે, અને પાછું તેમાં નાશ થાય તે પણ પૃથ્વી કાયમ રહે, તેમ પુરૂષાદિક ધર્મો જાણવા, તથા કમળવાળી તળાવડી પૃથ્વીમાં થાય. પૃથ્વીને આશ્રયી થાય, પૃથ્વીમાં પાછી સુકાઈ જાય, પછી પણ પૃથ્વી કાયમ રહે, તેવી રીતે પુરૂષને આશ્રયી સૃષ્ટિ તથા તેના સ્થાવર જંગમ પદાર્થ ધમે જાણવા, તે પ્રમાણે ઘણું પાછું પૃથ્વીમાંથી નીકળે પાછું સુકાઈ જાય, તેમ પુરૂષથી સૃષ્ટિ થાય અને નાશ પામે, તથા પાણીમાં પરપોટા થાય અને તેમાં તે નાશ પામે છતાં પણ પાણી કાયમ રહે, તે પ્રમાણે સૃષ્ટ પુરૂષને આધીન જાણવી, આ પ્રમાણે બધું સમજાવીને ઈશ્વર વાદી કહે છે કે આ બધું પુરૂષ કે ઈશ્વરને આધીન છે, તે સિવાય બધું મિથ્યા છે. તે બતાવે છે,
जंपि य इमं समणाणं णिग्गंथाणं उद्दिद पणीयं, वियंजियं दुवालसंगं गणिपिडयं,