________________
***
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૭ આત્મા–જેને આધીન ત્રણ લેકના પિલાણમાં રહેલા સઘળા પદાર્થો છે, અને તેના જે ધર્મો (કાર્યો–ચેષ્ટાઓ) પ્રકટ થાય છે, તે તેનાથી જુદા કરવા કોઈ સમર્થ નથી, વળી જેમ શરીરમાં વિકાર (ગ) થતાં ગુમડું તેનાથી મળેલું થાય છે, અને તે ગુમડું કુટીને ચામડી સારી થતાં પણ શરીર તે કાયમ જ રહે છે, એ જ પ્રમાણે બધા ધર્મો પુરૂષથી થએલા છે, માટે પુરુષાદિક કહેવાય છે, પુરૂષના કારણથી પુરૂષ કારણિક અથવા પુરૂષના વિકારથા થનારા છે, તે પુરૂષથી જુદા બનવાને ગ્ય નથી, અને તે પુરૂષને વિકાર નાશ થવાથી આત્માને આશ્રયી રહે છે પણ તે આત્માથી જુદા બહાર દેખાતા નથી, વળી તેનાં દષ્ટાંત શાસ્ત્રમાં અવિરૂદ્ધ (સાચા). ઘણું છે, અથવા આ સમજાવવા માટે ઘણાં દષ્ટાન્તો છે, - આત્મા એ જ છે, અને તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું જંગતું હોવાથી તેનાં દષ્ટાન્ત ઘણાં છે, તેમાંનું ગુમડા માફક બીજું અરતિ–મનમાં જે ઉદ્વેગ થાય છે તેનું દષ્ટાન્ત આપે છે, તે શરીર (મન)થી થાય છે, તે ગુમડા માફક જાણવું તે પ્રમાણે પુરૂવાદિક ધર્મમાં સમજવું, (જેમ અરતિ થઈ અને નાશ પામી, છતાં શરીર તે કાયમ રહ્યું ) વળી વામિક (રાફડો કે માટીના ઢગલ) પૃથ્વીના વિકારરૂપે થાય છે તે પૃથ્વી સાથે રહે છે, પૃથ્વીમાં લાગુ છે, અને પૃથ્વી સાથે મળીને જ રહે છે, એજ પ્રમાણે ચેતના અચેતનારૂપ જે કંઈ પદાર્થ કે તેના વિકારો જોવામાં આવે છે, તે બધું