________________
૭૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-------
તેમ તેણે પદાર્થોને લેકે આગળ બતાવ્યા છે, તથા જીના ધર્મો જન્મ જરા મરણ વ્યાધિ રોગ શોક સુખ દુઃખ જીવન (આયુ) વિગેરે છે, અને અજીના ધમ રૂપી દ્રવ્યોના વર્ણ બંધ રસ સ્પર્શે છે, તથા અરૂપીના ધર્મ અધમ અને આકાશના ગતિસ્થિરતા અને અવગાહ છે આ બધા ધમે ઈશ્વરે કરેલા છે, અથવા આત્મા એકલે માનનારા અદ્વિતવાદમાં તે આત્માએ કરેલા છે, તે બધાને સારાંશ આ છે કે તે બધી ચેષ્ટાઓ કે સ્વરૂપ તે મૂળ પુરૂષને વ્યાપીને રડે છે, આવું સમજાવવા માટે તે દષ્ટાંત કહે છે, જેમ કેઈને ગંડ(ગાંઠગુમડું) થાય, તે સંસારી જીવને કર્મના વશધી ગાંઠ વિગેરે થાય છે, તે શરીરમાં થાય તેમ શરીરના અવયવ તરીકે રસોળી વિગેરે થાય છે, તે શરીરમાં શરીર સાથે વધે છે, અને તે શરીરમાં એકમેક થઈને ચામડી સાથે રહે છે, પણ તેને જરાપણ ભાગ શરીરથી જુદો નથી, અને તે શરીરમાં પીડા કરીને રહે છે, અથવા તે ગાંઠકે ગુમડું રસોળી બેસી જાય તે પણ તે શરીરમાં જ સમાઈ જાય છે, તેને સાર આ છે કે તે ગુમડાનું પ્રટ જ્યાં હોય ત્યાં શરીરના એક ભાગમાં જ બતાવાય, પણ સેંકડે યુકિત કરીને પણ જુદું બતાવવા કઈ શકિતમાન નથી, એજ પ્રમાણે આ બધા જડ ચેતન પદાર્થોના ધર્મો ઈશ્વરના કરેલા ઈશ્વરમાંથી થયેલા ઇશ્વરને આધીન હોવાથી ઈશ્વરથી જુદા કરી બતાવવા કેઈ સમર્થ નથી અથવા સર્વ વ્યાપી