________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૫
મહાભુત પાંચમું છે, એ પાંચ જુદાં છતાં સમવાય ગુણ બધામાં એક પણે રહેલ છે, એ પુર્વે કહેલ પાંચે ભુતે પૃથ્વી વિગેરે ગણતાં બધે સ્થળે એકે એ છું કે વધતું નથી, પણ ફકત પાંચજ છે, વિવેવ્યાસ હોવાથી મોટાં છે, ત્રણે કાળમાં હોવાથી ભૂત (વિદ્યમાન) છે, આ પાંચ મહાભુત પ્રકૃતિથી થાય છે, તે કહે છે પ્રકૃતિ મહાત્ (મેટાઈ) તેનાથી અહંકાર (મારાપણું) તેનાથી ૧૬ ને ગણ અને તેનાથી પાંચ ભૂતે થાય છે, प्रकृतेर्महान् महतोऽहंकारस्तस्मात् गणश्च षोडशक : तस्मादपि षोडशकात्पंचभ्यः पंचभूतानि ॥१॥
આ કમે બધું જગત થાય છે, આ સિવાય બીજો કોઈ કાળ કે ઈશ્વર વિગેરે કેઈએ કશું નિર્માણ કર્યું નથી. વળી જે નથી તે કઈ કરતું નથી.
વાદળ ઇંદ્રધનુષ વિગેરે જેમ સ્વભાવથી બને છે, તેમ પાંચ ભૂત બને છે, પણ જેમ ઘડે કોઈને બનાવેલ છે, તેમ તે કેઈનાં બનાવેલાં બન્યાં નથી, અને પારકાએ બનાવેલ ન હોવાથી બનાવટી નથી, પારકાની અપેક્ષાથી બને તે કૃતક કહેવાય, પણ તે વિસસા (સ્વાભાવિક) બનેલાં હોવાથી કૃત્રિમ ન કહેવાય, વળી તે અનાદિ અનંત છે, વળી તે અવય એટલે તે પિતાનું કાર્ય કરનારાં છે, વળી તેને પુરોહિત કાર્ય કરનારે નથી તેથી અપરહિત છે,