________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૭૩ च ण एगतीए सड़ीभवइ, कामं तं समणा य माहणा यपहारिंसुगमणाए जाव जहा मए एस धम्मे सुअक्खाए सुपन्नत्ते भवइ।
બે પુરૂષની વાર્તા થઈ, હવે ત્રીજે વાદી ઈશ્વરને કારણ માને છે, તે કહીયે છીયે તેનું માનવું આ પ્રમાણે છે,
ચેતના અચેતનારૂપ આ બધા જગનો કર્તા ઈશ્વર કારણ રૂપે છે તેનું પ્રમાણ આ છે. તેનું (શરીર) ભુવન (સ્વર્ગ મૃત્યુ ને પાતાળ) નો કરનાર વિગેરે ધમી પણે ગ્રહણ કરીયે છીયે ઈશ્વરમાં કર્તાપણું છે. સાધવાને ધર્મ સંસ્થાન વિશેષપણું હોવાથી જેમ કુ દેરૂં વિગેરે ધીરે ધીરે વાંસલાથી લાકડું છોલીને બીજાનું બનાવેલું છે તેમ તનુ ભુવન વિગેરેનો આકાર હોવાથી તે બીજાના બનાવેલા સિદ્ધ થાય છે. તેમનું કહેવું આ છે.
अज्ञो जन्तुरनीशः स्यादात्मनः मुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ।।
અજ્ઞાન જતું અસમર્થ હોવાથી આત્માનું સુખદુઃખ કરી શકતા નથી પણ ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નરકમાં જાય છે. વળી તેઓ કહે છે કે પુરૂષ એજ આ સર્વ વસ્ત કરનાર છે જે વિદ્યમાન છે અને જે થવાનુ છે તે બધાને કર્તા પુરૂષ છે. વળી તેઓ કહે છે કે.