________________
૭૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
માને છે કે પ્રકૃતિ બધું કરે છે, પણ તે જડ હાવાથી કાર્ય નું કરવાપણું તેમાં ન ઘટે, કારણ કે ચૈતન્ય તે · ચૈતન્ય તે પુરૂષ (જીવ)નું સ્વરૂપ છે, ” તે જાણીતુ છે, કદાચ તેઓ કહેછે કે આત્માનું પ્રતિબિંબ પ્રકૃતિમાં ( જલમાં ચંદ્ર માફ્ક ) પડે તે પ્રકૃતિ કાર્ય કરે, તા તે પણ યુક્તિ યુક્ત નથી. કારણ કે તેમના મત પ્રમાણે આત્મામાં કર્તાપણું નથી, અને નિત્ય હોવાથી પ્રતિબિંબને ઉદય ઘટતા નથી, વળી પ્રકૃતિ નિત્ય હાવાથી મહત્ વિગેરેના વિકારપણે પણ ઉત્પત્તિ ન થાય, વળી અસત્ પદાર્થ ન થાય, અને સત્ન અભાવ ન થાય, એવુ તેમણે સ્વીકારવાથી પ્રધાન અને આત્મા એ એજ વિદ્યમાન હાવાથી અહુ'કાર વિગેરેની ઉત્પત્તિજ ન થાય, વળી પ્રકૃતિનું એકપણું હાવાથી એક આત્માના વિયાગ થતાં સર્વ આત્માઆના વિયાગ થવા જોઇએ, અથવા બધા આત્માને
એક જ સંબંધહાવાથી કાઇપણ એક આત્માએ તત્વજ્ઞાન મેળવવાથી તેની પ્રકૃતિના વિયાગ થતાં તેના મેક્ષ થાય, અને ખીજાના તત્વજ્ઞાનના અભાવે માક્ષ ન થાય, તેવું ન અને, વળી બધુ... નિત્ય હાવાથી જગમાં આ વિચિત્રતા દેખાય છે, તે જૂઠી થાય અને આ આત્માનું અકર્તૃત્વ માનવાથી બંધ મેાક્ષ ન થાય, તેથી આ માનવું તે અયુક્ત છે કારણ કે તેથી વિચિત્રતા દેખાય તેને ખાધ આવે છે, તેમ કાવાદ કારણમાં ઘટતા નથી, કારણ કે યુક્તિથી તપાસતાં તે મળતા નથી, જેમકે માટીના કુંદો પડયા હોય તેને