________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
પોતે પ્રથમ ત્યાગી બને છતાં ગૃહસ્થ માફક વસ્તુ વેચાતી લે, બીજા પાસે લેવડાવે, તેમાં અનેક જીવોની હિંસા તથા આરંભ થાય, તેમ બીજા પાસે તેવા ધંધાથી હિંસા કરાવે, તથા રાંધવા રંધાવાની ક્રિયા કરે, આથી એમ પણ જાણવું, કે તેવા ખરીદનારાને અનુદતા છેવટે પુરૂષ-મનુષ્ય પંચેદ્રિયને પણ વેચાતે લઈ તેને ઘાત કરે છે, તેને ભાવાર્થ એ છે કે તેઓ પોતાના અનુયાયિઓને કહે છે કે પંચંદ્રિયના ઘાતમાં દોષ નથી, તે એકેંદ્રિયના ઘાતમાં તે દોષ કયાંથી હોય? આવું બેલનારા તે સાંખ્યમતવાળા કે લેકાયતિકે આવું જાણતા નથી, કે આ સાવદ્ય અનુષ્ઠાનરૂપ પાપ ક્રિયા છે, તેમ આ સ્થાનાદિ લક્ષણવાળી અકિયા છે, તેઓ ગૃહસ્થ માફક ત્યાગી છતાં સ્નાન વિગેરે માટે (નદી તળાવ વાવડી વિગેરેમાં પડી) પાણી તથા તેમાં રહેલા ને પીડા કરનારાં કૃત્ય કરે છે. વળી જુદાં જુદાં પીણું તે દારૂ તથા બીજી કેફી વસ્તુ પીએ છે, માંસ ભક્ષણ તથા અગમ્ય ગમન (નીચ જાતિની કે પુત્રની વહુ બેન દીકરી વિગેરે સાથે (બીજક વિગેરેના મત માફક) ભોગ વિલાસ કરે છે, પિતે પાપ કરે છે, તથા બીજાને શીખવી તેવા પાપ કરાવે છે, અને કહે કે તેમાં દેષ નથી (આત્મા તે નિર્લેપ છે) આવું કહીને તેમને ઠગીને અકાર્ય કરવામાં પ્રેરણા કરે છે, આવું કરવાથી તેઓ અનાર્ય છે, આર્યને સદાચારના માર્ગથી વિરૂદ્ધ માર્ગ ધારણ કરેલા છે, કારણ કે તે સાંખ્ય