________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પિતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાસ્વત નિત્ય છે, કારણ કે આવું જગત્ કદાપિ ન હતું તેવું નથી, પણ અનાદિનું છે, છે છે, એવું વચન છે, આ પ્રમાણે પાંચ ભૂત અને આત્મા છઠે એમ કેટલાક કહે છે, પણ તે આત્મા કંઈ પણ કરતા નથી, આ સાંખ્યના મતમાં આત્મા જુદે છે, પણ કાતિકેમાં તે પાંચ ભૂત એકઠાં મળીને જયારે કાયા (શરીર) થાય ત્યારે પ્રકટ ચેતનારૂપ જે ચેષ્ટા થાય તેને આત્મા તરીકે તેઓ ગણે છે, ' '
સાંખ્યના મત પ્રમાણે વિદ્યમાન સથી પ્રધાન વિગેરે છે, તેની નાસ્તિ એટલે તેને સર્વથા વિનાશ કોઈ કાળે થતું નથી, તેમ અસત ગધેડાના શીંગડા વિગેરેને કઈ દિવસ સંભવ (ઉત્પત્તિ) નથી, કારણમાં કાર્ય વિદ્યમાન છે તેજ ઉત્પત્તિ ઈષ્ટ (માનેલી) છે, પણ અસતમાંથી સત્ ન થાય, જે તેવું ખોટું માનીએ કે ન હોય તે થાય છે, તે બધામાંથી બધું થવું જોઈએ, પણ તેમ થતું નથી, તે કહે છે,
नासतो जायते भावो। नाभावो जायते सतः જે નથી તે થાય નહિ, હોય તેને ન નાશ
તથા અસત્ ગધેડાનું શીંગડું ન કરવાથી તથા ઘડો બનાવનાર માટીને જ શોધે માટે કારણમાં જ કાર્ય પણું છે, આવું રાજસભામાં કહીને સાંખ્ય કે લોકાયેતિક ભયસ્થપણું રાખીને કહે છે,