________________ શ્રી શાંતિનાથ ચરિત્ર “આ પ્રમાણે કહીને તે દૂત વિરામ પામ્યું, ત્યારે જવલન જર્ટ બોલ્યો કે–“હે દૂત ! મેં તે મારી પુત્રી ત્રિપૃષ્ઠને પરણાવી છે. તેથી હવે તેનો રક્ષક તેજ થયા છે. મારે હક્ક તેના પરથી જતા રહ્યો છે.” આમ કહેવાથી દૂત ત્રિપૃષ્ઠ પાસે ગયો, એટલે ત્રિપૃષે કહ્યું કે –“હે દૂત ! હું એ કન્યાને પર છે. છતાં જો તારે સ્વામી આ કન્યાને ઇચ્છા હોય તે શું તે પોતાના જીવનથી ખેદ પામ્ય છે? જો તેમ હોય તે જા, તારા સ્વામીને કહે કે જે કાંઈ પણ બળ તારામાં હોય તે શીધ્ર અહીં આવ.” આ પ્રમાણેનું તેનું વચન દૂતે જઈને અશ્વગ્રીવ રાજાને કહી સંભળાવ્યું. તેથી તરતજ તેણે કપાવિષ્ટ થઈને પિતાના શત્રુઓને હણવા માટે વિદ્યાધર સુભાને મોકલ્યા. તેના મેકલવાથી તે સુભટ પિતનપુર ગયા, અને પોતાના સ્વામીની પ્રેરણાથી યુદ્ધ કરવા લાગ્યા, પણ ક્રીડામાત્રમાંજ તે સર્વે ને ત્રિપૃષ્ટિ જીતી લીધા. પછી ત્રિપૃષ્ઠ વિદ્યાધરના સૈન્ય સહિત શ્વસુરના નગરમાં આવ્યો. ત્યાં અશ્વગ્રીવ પણ સર્વ સૈન્ય સહિત આવ્યો. પછી બંન્ને મુખ્ય સેનાઓનું યુદ્ધ થયું, તેમાં વિદ્યાધરેએ વિદ્યાના બળથી પિશાચ, રાક્ષસ અને સિંહ વિગેરેનાં સ્વરૂપ વિકવ્ય. તેથી ભય પામીને ત્રિપૃષ્ઠની સેના નાશી ગઈ, એટલે ત્રિપૃષ્ણકુમાર રથમાં આરૂઢ થઈ તે ખેચરો સાથે યુદ્ધ કરવા લાગ્યો. પ્રથમ તેણે શંખ વગાડ્યો, તેના નાદથી જ તેનું સર્વ સૈન્ય સજી થયું અને શત્રુનું સૈન્ય પરાભવ પામ્યું. તે જોઈ અશ્વગ્રીવ પણ જાતે રથમાં બેશી ત્રિપૃષ્ઠની સામે યુદ્ધ કરવા આવ્યો. અશ્વગ્રીવે જે જે દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કર્યું, તે સર્વ શસ્ત્રોને અંધકારને જેમ સૂર્ય નાશ કરે તેમ ત્રિપૃષ્ઠ ક્રીડામાત્રમાંજ નાશ કર્યો, એટલે અશ્વગ્રીવે અકળાઈને ત્રિપૃષ્ઠ ઉપર ભયંકર ચક્ર મૂક્યું. તે ચક ત્રિપૃષ્ઠની છાતીમાં ચપટું વાગ્યું, અને પાછું અશ્વગ્રીવ પાસે ન જતાં ત્યાં જ રહ્યું, એટલે તેજ ચક્ર હાથમાં લઈને ત્રિપૃછે અશ્વગ્રીવને કહ્યું કે–“રે અશ્વગ્રીવ ! મને નમસ્કાર કરીને તું ચાલ્યો જા, અને સુખે જીવ.” ત્યારે અશ્વગ્રીવ બાલ્યા કે“વૈરીને પ્રણામ કરવા તે કરતાં મરવું સારું છે.” તે સાંભળી ત્રિપૂછે તેના પર એ ચક્ર મૂકી તેનું મસ્તક છેદી નાંખ્યું. વાસુદેવના હાથથી જ પ્રતિવાસુદેવનું મરણ થાય એવી સંસ્રારની સ્થિતિ છે. ' -P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust